Porn Film case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રાજ કુન્દ્રાના લેપટોપમાંથી 68 પોર્ન ફિલ્મ મળી

02 August, 2021 02:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોર્ન ફિલ્મ કેસ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાના લેપટોપમાંથી 68 પોર્ન ફિલ્મ જપ્ત કરી છે.

કિલા કોર્ટમાં રાજ કુન્દ્રા (તસવીરઃસુરેશ કાર્કેરા)

પોર્ન ફિલ્મ કેસ( Porn Film case) મામલે ક્રાઈમ બ્રાન્ચ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ( Mumbai crime branch)એ સોમવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે તેઓએ રાજ કુન્દ્રાના લેપટોપમાંથી 68 પોર્ન વીડિયો જપ્ત કર્યા છે અને તેમણે તેનું આઈક્લાઉડ એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચે વધુમાં જણાવ્યું હતું કે તે સાઈબર નિષ્ણાતોની મદદથી આઈક્લાઉડમાંથી કેટલાક ઈમેઈલ મેળવવી શકાયા છે. 

હાઇકોર્ટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદા મુજબ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ કુંદ્રાની ધરપકડને પડકારતી અરજીની સુનાવણી કરી રહી હતી. સોમવારે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું હતું કે જ્યારે આરોપી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવી રહ્યો હોય ત્યારે તે મૂંગા ના રહી શકે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કુન્દ્રાએ તેનું આઇક્લાઉડ એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે, જેમાં નિર્ણાયક વિગતો હતી. સમગ્ર માહિતી નહી પરંતુ તેઓ કેટલાક ઇમેઇલને પુનઃપ્રાપ્ત કરવામાં સક્ષમ રહ્યા હતાં. 

સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે તેમને કુંદ્રા, રાયન થોર્પે અને તેમના સાળા પ્રદીપ બક્ષી વચ્ચે કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે, જ્યાં તેઓ બોલીફેમ મીડિયા વિશે ચર્ચા કરી રહ્યા છે.

68 પોર્ન વીડિયો સિવાય ક્રાઈમ બ્રાન્ચે કુંદ્રાના લેપટોપમાંથી હોટશોટ્સ એપનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ મેળવ્યું હતું, જેમાં નિર્ણાયક વિગતો છે અને ફરીથી એ સાબિત કરે છે કે તે તેની મુંબઈ ઓફિસમાંથી એપ ચલાવી રહ્યો હતો. પાવરપોઇન્ટમાં નાણાકીય અંદાજો, માર્કેટિંગ વ્યૂહરચનાઓ અને `જાતીય સામગ્રી` ની કેટલીક સ્ક્રિપ્ટોની વિગતો પણ  મળી આવી છે. 

સરકારી વકીલે ઉમેર્યું કે કુંદ્રાની ઓફિસમાંથી રિકવર થયેલ સ્ટોરેજ એરિયા નેટવર્ક (SAN)પાસે 51 પોર્ન ક્લિપ્સ છે, જ્યારે તેમાંથી કેટલીક કુંદ્રાની સૂચનાથી થોર્પે દ્વારા ડિલીટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 

mumbai mumbai crime branch raj kundra bombay high court