મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને ટોચના બુકી જયંતી શાહ ઉર્ફે જયંતી મલાડની તલાશ

07 October, 2011 05:05 PM IST  | 

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને ટોચના બુકી જયંતી શાહ ઉર્ફે જયંતી મલાડની તલાશ

 

આ મુદ્દે વાત કરતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘જયંતીને ખબર પડી ગઈ હતી કે તેના બે સાથીદારો પકડાઈ ગયા છે. આ વાતની ખબર પડતાં જ તે ક્યાંક સંતાઈ ગયો છે. અમે તેની ધરપકડ કરવા માટે શોધ ચલાવી રહ્યા છીએ.’

પોલીસને અંધેરીના શાસ્ત્રીનગરમાં સટ્ટો ચાલી રહી હોવાની ટિપ મળતાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અરુણ ચવાણે તેમની ટીમના સભ્યો સાથે મળીને એ જગ્યાએ દરોડો પાડીને ૪૫ વર્ષના હેમંત ગાલા અને ૩૫ વર્ષના અમિતાભ પટણીને ચૅમ્પિયન્સ લીગની મૅચ માટે મોબાઇલ બેટ લેતાં ઝડપી લીધા હતા. આ સિવાય પોલીસે અઢી લાખ રૂપિયા, લૅપટૉપ, મોબાઇલ અને રેકૉર્ડર પણ જપ્ત કરી લીધાં છે.

તપાસ કરતાં ખબર પડી છે કે તેઓ મુંબઈના ટોચના બુકી એવા મલાડના રાહેજા ચેમ્બર્સમાં રહેતા જયંતી શાહની સિન્ડિકેટના સભ્ય છે. તેઓ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના પન્ટરો પાસેથી ચૅમ્પિયન્સ લીગની મૅચ માટે બેટિંગ લેતા હતા.
પોલીસને આરોપીઓ પાસેથી ૨૦ જેટલાં નકલી સિમકાર્ડ મળી આવતાં તેમના પર ગૅમ્બલિંગ ઍક્ટ તથા ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટની સાથે-સાથે છેતરપિંડીનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ર્કોટે પોલીસને ૧૧ ઑક્ટોબર સુધી આરોપીઓની કસ્ટડી આપી છે.