બોગસ ટીઆરપી કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરાઈ

25 November, 2020 07:36 AM IST  |  Mumbai | Agency

બોગસ ટીઆરપી કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરાઈ

આરોપી

મુંબઈ પોલીસે બનાવટી ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ) કૌભાંડ મામલે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ કેસની તપાસ ચલાવી રહેલા પોલીસના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ) દ્વારા મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ સહિત ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરી ચૂકી છે. રેટિંગ એજન્સી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)એ હંસા રિસર્ચ ગ્રુપ થકી ફરિયાદ દાખલ કરી અને નિશ્ચિત ટીવી ચૅનલો ટીઆરપીના આંકડાઓ સાથે ચેડાં કરતી હોવાનો આક્ષેપ કર્યો એને પગલે આ સમગ્ર ટીઆરપી કૌભાંડ બહાર આવ્યું હતું. હંસા રિસર્ચ ગ્રુપને સૅમ્પલ ઘરો ખાતે વ્યુઅરશિપનો ડેટા (કઈ ચૅનલ કેટલા સમય સુધી જોવામાં આવી) રેકૉર્ડ કરતાં બૅરોમીટર્સ ઇન્સ્ટૉલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચૅનલોની જાહેરાતની આવક ટીઆરપી પર નિર્ભર રહેતી હોવાથી ટીઆરપી તેમના માટે મહત્વપૂર્ણ છે.

mumbai mumbai news Crime News mumbai crime branch mumbai crime news