આ ભાઈને ફેસબુકમાં ફ્રેન્ડશીપ મોંઘી પડી, જાણો કેમ...

03 October, 2020 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ભાઈને ફેસબુકમાં ફ્રેન્ડશીપ મોંઘી પડી, જાણો કેમ...

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં 42 વર્ષના એક ભાઈ તાજેતરમાં જ સોશ્યલ મીડિયાનો શિકાર બન્યા છે. શિપિંગ કંપનીમાં કામ કરતા આ ભાઈને એક મહિલા ફેસબુક ફ્રેન્ડએ છેતરી છે, આ ‘NRI’ મહિલાએ કહ્યું કે તેની બહેન લોકડાઉનના લીધે મુંબઈમાં ફસાઈ છે અને તેને પૈસાની જરૂર છે.

મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર, ફેસબુક ફ્રેન્ડની વાતોમાં આવી જતા શિપિંગ કંપનીમાં કામ કરતા આ વ્યક્તિએ તેને આઠ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે કહ્યું કે, ભાઈંદરના આરએન બોર્ગસ એક શિપિંગ કંપનીમાં કામ કરે છે જે નવ મહિના જહાજમાં કામ કરે છે અને ત્રણ મહિનાની રજા મળે છે. વૈશ્વિક મહામારીને લીધે તે આ વર્ષે સમય કરતા વહેલો ઘરે આવ્યો હતો. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેને ફેસબુકમાં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી જેમાં મહિલાનું નામ રોઝ સ્મિત હતું. બોર્ગસે આ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી કારણ કે તેને એમ કે કદાચ જહાજમાં મુલાકાત થઈ હશે. સમય જતા મિત્રતા વધી હતી.

એક દિવસ રોઝે કહ્યું કે લોકડાઉનના લીધે તેની બહેન મુંબઈમાં ફસાયેલી છે અને તેને પૈસાની જરૂર છે. રોઝે કહ્યું કે તે પૈસા પરત ચૂકવી દેશે, તેથી બોર્ગસે અમૂક દિવસોમાં વિવિધ બૅન્ક અકાઉન્ટમાં કુલ આઠ લાખ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે તેણે પૈસા માગ્યા તો રોઝ અને તેની બહેન બંનેએ નંબર બ્લોક કરી દીધો, તેથી બોર્ગસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જે બૅન્ક ખાતામાં નાણા ડિપોઝીટ કર્યા તેની વિગતો લઈને અમે આગળ તપાસ કરી રહ્યા છે.

mumbai news Crime News facebook