મુંબઇ ક્રાઇમઃ વિકૃત છેડતી કરનારાને પોલીસે પકડ્યો, ફરિયાદી આગળ આવે

06 February, 2020 03:29 PM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઇ ક્રાઇમઃ વિકૃત છેડતી કરનારાને પોલીસે પકડ્યો, ફરિયાદી આગળ આવે

માટુંગાના રેલ્વે બ્રિજ પર એક મહિલાને બેહુદી રીતે સતાવી રહેલો એક માણસ માત્ર ચોરીના આક્ષેપ સાથે છટકી શક્યો કારણકે તેની હરકતોનો ભોગ બનેલા બે જણાએ પોલીસને માત્ર જાણ કરી પરંતુ ફરિયાદ ન નોંધાવી. માનસિક રીતે વિકૃત એવો આ શખ્સ સ્ત્રીને ચુંબન કરતો, ખોટી રીતે ગમે ત્યાં સ્પર્શ કરતો અને ડર્યા વિના હસ્ત મૈથુન કરતો સીસીટીવી ફુટેજમાં દેખાય છે પણ છતાં ય તેની સામે ફરિયાદ નથી નોંધાઇ એટલે આ જાતીય સતામણીના ગુના હેઠળ તેની સરખામણી નથી થઇ શકી.
પોલીસે તેને પકડવા માટે કારસો ગોઠવ્યો અને પાકીટ ચોરવાના ગુના હેઠળ તેની મોલેસ્ટરની ધરપકડ કરી જે સોમવારે થયેલી ઘટના હતી કારણકે તેઓ તેને સેક્શન 354A હેઠળ એટલે કે જાતીય સતામણીના ગુના હેઠળ પકડી શકે તેમ ન હતું કારણકે સ્ત્રીએ ઔપચારિક રીતે તેની ફરિયાદ નહોતી નોંધાવી.

પોલીસે સ્ત્રીઓને અપીલ કરી છે કે તેઓ આગળ આવીને ફરિયાદ નોંધાવે. સિનિયર પોલીસ અધિકારી, ગવર્ન્મેન્ટ રેલ્વે પોલીસે જણાવ્યું કે, "આવી ઘટનાઓ અને ગુનાઓ સાથે સામાજીક રીતે અમુક માન્યતા હોવાને કારણે હેરાન થયેલી એકેય મહિલા એફઆઇઆર કરવા નથી માંગતી. પણ તેને જેલમાં રાખવો હશે તો એફઆઇઆર મજબુત કેસ બનાવી શકશે, એ પછી તે બીજી સ્ત્રીઓને હેરાન નહીં કરી શકે." જીઆરીપીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે પણ અપીલ કરી છે કે સ્ત્રીઓએ આગળ આવીને આ વિકૃત માણસ સામે ફરિયાદ કરવી જોઇએ, જેથી તેની સામે પગલાં લઇ શકાય.

 

રાજીઉર હબીબુર ખાન તેની બેહુદી હરકતો કરતાં ચાર સીસીટીવી કેમેરામાં પકડાયો છે. 25મી જાન્યુઆરીએ સાંજે 19.52 સમયે તે દાદરા ચઢી રહેલી એક સ્ત્રીની પાછળ જતો દેખાય છે. આ મહિલા પ્લેટફોર્મ છ અને સાતને જોડતા માટુંગા રોડના રેલ્વે સ્ટેશન પર ચાલી રહી છે. તે ડાબે જમણે જોઇને પછી પોતાનું પાટલુન ખોલીને મહિલાની પાછળ ચાલતા ચાલતા હસ્તમૈથુન કરતો દેખાય છે.

26મી જાન્યુઆરીએ વહેલી સવારે ખાન એ જ સ્ત્રીની પાછળ ચાલી રહ્યો છે જેનો તેણે આગલા દિવસે પણ પીછો કર્યો હતો. તે બળજબરીથી તેને ચુંબન કરે છે અને પછી તે સ્ત્રી ચેતવણી આપે છે કે સામી થાય છે ત્યારે તે ત્યાંથી ભાગી જતો દેખાય છે.
આ પછી પણ બીજી બે મહિલાઓ બ્રિજ પર ચાલતા એકબીજા સાથે વાત કરી રહી છે ત્યારે ખાન તેમની સામે જઇને એમાંની એક મહિલાને ખોટી રીતે અડે છે. તે પાછો ફરીને તેમની પ્રતિક્રિયા જોવા પ્રયાસ કરે છે પણ આ મહિલાઓને તેની હરકત ખબર નથી પડતી અને તેઓ આગળ વધે છે ત્યારે ખાન ફરી તેમનો પીછો કરવા માંડે છે.

મુંબઇ સેન્ટ્રલ જીઆરપીનાં સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર ધિવારે કહ્યું કે, "આ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઇ જે આ બ્રિજ પર ઇન્સ્ટોલ કરેલા છે. સાંજે સાત પછી આ બ્રિજ પર બહુ ભીડ નથી હોતી એટલે આ આરોપી સ્ત્રીઓની જાતીય સતામણી કરે છે. અત્યાર સુધી સીસીટીવીમાં તે બે મહિલાઓને છેડતો જોવા મળ્યો છે. આ મહિલાઓએ અમને જાણ કરી પણ તેમણે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાથી અમે કારસો ગોઠવીને તેને સોમવારે પાકીટ મારવાના ગુનામાં જેલ ભેગો કર્યો છે."
પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે તેઓ આ વ્યક્તિ અંગે ફરિયાદ કરે જેથી તેની સામે સરખી કામગીરી થઇ શકે. અત્યારે ખાન કસ્ટડીમાં છે.

 

mumbai mumbai crime news matunga mumbai police