મુંબઇ : ડૉક્ટર સામે બળાત્કાર અને ધમકાવવાની ફરિયાદ નોંધાઈ

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Agency

મુંબઇ : ડૉક્ટર સામે બળાત્કાર અને ધમકાવવાની ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

એક સહકર્મીને તેનો વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજારવા બદલ સેન્ટ્રલ મુંબઈની એક હૉસ્પિટલના ૩૧ વર્ષના ડૉક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.

૨૬ વર્ષની પીડિતાએ સોમવારે દાખલ કરેલી ફરિયાદ અનુસાર તેનો સહકર્મી ડૉક્ટર અયોગ્ય રીતે તેને સ્પર્શતો હતો અને સોશ્યલ મીડિયા પર તેનો વિડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને આશરે એક વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

આ ઘટના નવેમ્બર, ૨૦૧૯ અને આ વર્ષના ઑક્ટોબરની વચ્ચેના ગાળામાં બની હતી અને આરોપીએ પીડિતાના પતિને પણ ધમકી આપી હતી.

આ મામલે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai Crime News mumbai crime news mumbai news