હિટ ઍન્ડ રન કેસમાં યુવકનું મોત

09 May, 2017 07:10 AM IST  | 

હિટ ઍન્ડ રન કેસમાં યુવકનું મોત

ઉલ્હાસનગરમાં રહેતો ૧૯ વર્ષનો તરુણ રોહરા શનિવારે મધરાતે ૧૪ વર્ષના પોતાના મિત્ર અંશ પુરાસ્વામી સાથે કલ્યાણ-બદલાપુર રોડ પર આવેલા રિલાયન્સના પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ ભરાવવા જઈ રહ્યો હતો ત્યારે યુ-ટર્ન લેતી વખતે ટેમ્પો-ડ્રાઇવરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ઘટનાસ્થળે હાજર એક માણસ બન્નેને હૉસ્પિટલ લઈ ગયો હતો તેમ જ આ સંદર્ભે અંબરનાથ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી ગયેલા ડ્રાઇવરને પોલીસ શોધી રહી છે.