મુલુંડમાં ગટરમાં પડી ગાય: ફાયરબ્રિગેડે એક કલાક બાદ એને બહાર કાઢી

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડમાં ગટરમાં પડી ગાય: ફાયરબ્રિગેડે એક કલાક બાદ એને બહાર કાઢી

ગાયને બહાર કાઢતા જવાનો અને જેમાં પડી હતી એ ખુલ્લી ગટર.

મુલુંડમાં એક જ મહિનામાં બે વાર ગાયની ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલાં એક પ્રેગ્નન્ટ ગાયનું રોડ પર જ મૃત્યુ થયું હતું. ગઈ કાલે સવારે મુલુંડ એમ. જી. રોડ પર એક ગાયને ગટરના ઢાંકણા પર બાંધવામાં આવી હતી. ઢાંકણું ગાયના વજનને લઈ તૂટતાં ગાય ગટરમાં પડી ગઈ હતી, જેને કાઢવા માટે ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી અને એક કલાકની જહેમત બાદ એને બહાર કઢાઈ હતી.

મુલુંડમાં અનેક વિસ્તારમાં રોડ પર ગાયને વ્યવસાય માટે ઊભી રાખવામાં આવે છે. જોકે આના પર સરકારે પાબંધી લગાડી છે, પણ પોલીસ અને પ્રસાશન એની સામે આંખ આડા કાન કરે છે, જેને પગલે અનેક પ્રકારના અણબનાવ આ મુંગાં પ્રાણીઓ સાથે બનતા હોય છે. ગઈ કાલે મુલુંડ એમ. જી. રોડ પર મહાપરિષદ બિલ્ડિંગ સામે વ્યવસાય માટે ગાય ઊભી રાખી હતી. એના ગળામાં રસી નાની હોવાથી એ ગટરના ચેમ્બર પર જ ઊભી હતી. ચેમ્બર પર વજન આવતાં એ તૂટી પડ્યું હતું અને ગાય ગટરમાં જઈ પડી હતી, જેને કાઢવા માટે એક કલાક ફાયરબ્રિગેડના અધિકારીઓને મહેનત કરવી પડી હતી.

મુલુંડ ફાયર ઑફિસર રમાકાન્ત પરબ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ ઘટનાની માહિતી મળતાં હું પોતે ઘટનાસ્થળ પર ગયો હતો. ગાયનું વજન વધારે હોવાથી અમે એને બહાર કાઢવા માટે એક કલાક જહેમત કરી હતી.

mumbai mumbai news mulund