કોરોનાના કૅસમાં 60 વર્ષથી વધારે ઉંમરના દર્દીના મૃત્યુનુ પ્રમાણ વધ્યુ

02 October, 2020 09:44 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોનાના કૅસમાં 60 વર્ષથી વધારે ઉંમરના દર્દીના મૃત્યુનુ પ્રમાણ વધ્યુ

કાલિનામાં આવેલી બૉમ્બે કૉલેજ ઑફ ફાર્મસીમાં કોવિડ ટેસ્ટ માટે સૅમ્પલ લેતો પાલિકાનો હેલ્થ-કર્મચારી. તસવીર : સઇદ સમીર અબેદી

મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના પ્રસાર સંબંધી છેલ્લાં બે અઠવાડિયાંના આંકડા મુજબ ૫૦થી ૫૯ વર્ષની વચ્ચેના દર્દીઓના મૃત્યુના પ્રમાણમાં ઘટાડો અને ૬૦ વર્ષથી વધારે ઉંમરના દર્દીઓના મૃત્યુના આંકડામાં વધારો નોંધાયો છે. કોરોના પૉઝિટિવ દર્દીઓમાં ૫૦થી ૫૯ વર્ષ વચ્ચેની ઉંમરના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ૧૫ સપ્ટેમ્બરે ૫.૫ ટકા હતું એ પ્રમાણ ૨૯ સપ્ટેમ્બરે ઘટીને ૧.૭ ટકા પર પહોંચ્યું હતું. છેલ્લાં બે અઠવાડિયાંમાં કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો ઇન્ફેક્શનથી, એકંદર મરણાંકમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ એમાં સિનિયર સિટિઝન્સના મૃત્યુનું પ્રમાણ વધારે હતું.

આ પખવાડિયામાં મૃત્યુ પામેલા લોકોમાં ૭૫ ટકા ૬૦ વર્ષથી વધારે ઉંમરના હતા. ૧૫થી ૨૯ સપ્ટેમ્બર વચ્ચે કોરોના ઇન્ફેક્શનથી ૬૫૩ જણ મૃત્યુ પામ્યાં હતાં. તેમાંથી ૪૮૪ મૃતકો ૬૦ વર્ષથી વધારે ઉંમરના હતા. ૫૦ વર્ષની આસપાસના દર્દીઓનું પ્રમાણ ૧૫ સપ્ટેમ્બરે ૨૫ ટકા અને ૨૯ સપ્ટેમ્બરે ૧૫ ટકા હતું. સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં કોવિડ-19ના સૌથી વધારે દર્દીઓ ૫૦થી ૫૯ વર્ષની ઉંમરના હતા. આ પખવાડિયામાં ૫૦થી ૫૯ વર્ષની ઉંમરના ૫૫૦૨ કેસ નોંધાયા અને એમાંથી ૯૯ જણ મૃત્યુ પામ્યાં હતાં. અન્ય વયજૂથોમાં કેસ ઓછા કે ૫૦૦૦ની આસપાસ હતા.

mumbai mumbai news coronavirus covid19 lockdown prajakta kasale