સોશ્યલ મીડિયા પરની પોસ્ટને પગલે કંગના અને રંગોલી વિરુદ્ધ તપાસનો આદેશ

30 October, 2020 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પરની પોસ્ટને પગલે કંગના અને રંગોલી વિરુદ્ધ તપાસનો આદેશ

તસવીર સૌજન્ય: એએફપી

મુંબઈની અદાલતે સોશ્યલ મીડિયા પર ચોક્કસ સમુદાય વિરુદ્ધ ‘અપમાનજનક’ અને ‘દ્વેષપૂર્ણ’ નિવેદનો પોસ્ટ કરવા બદલ અભિનેત્રી કંગના રનોટ અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ તપાસ હાથ ધરવાનો પોલીસને આદેશ આપ્યો છે.

મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ ભાગવત ટી. ઝૈરાપેએ તપાસનો આદેશ આપતાં જણાવ્યું હતું કે આરોપીઓની ભૂમિકા નક્કી કરવા માટે આ તપાસ હાથ ધરવી જરૂરી છે.

ઉપરાંત અદાલતે સંબંધિત પોલીસ-સ્ટેશનને પાંચમી ડિસેમ્બર સુધીમાં તપાસનો અહેવાલ સુપરત કરવાનું પણ જણાવ્યું છે.

ઍડ્વોકેટ અલી કાશિફ ખાન દેશમુખે અદાલતનો સંપર્ક સાધીને જણાવ્યું હતું કે તેમણે બન્ને બહેનો વિરુદ્ધ જ્યાં ફરિયાદ નોંધાવી હતી એ આંબોલી પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયાં ન હતાં.

ફરિયાદ અનુસાર ચંદેલે ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને ટ્વિટર પર એપ્રિલમાં ઘૃણા ફેલાવતી સ્પીચ પોસ્ટ કરી હતી. ત્યાર બાદ કંગનાએ તેની બહેનની વિવાદાસ્પદ ટ્વીટ્સના સમર્થનમાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ રીતે આરોપી બહેનોએ સમુદાય વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને અપમાનજનક નિવેદનો પોસ્ટ કર્યાં હતાં.

mumbai mumbai news bombay high court kangana ranaut rangoli chandel