માસ્ક પહેર્યા વગર ફરનારા પાસેથી 1000 રૂપિયાનો દંડ ક્લેક્ટ કરવાની શરૂઆત

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Prajakta Kasale

માસ્ક પહેર્યા વગર ફરનારા પાસેથી 1000 રૂપિયાનો દંડ ક્લેક્ટ કરવાની શરૂઆત

માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અને ક્લીન અપ માર્શલને સત્તા આપવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર : સતેજ શિંદે

રોગચાળાના માહોલમાં ઘરની બહાર નીકળતા લોકોને માસ્ક પહેરવાનો નવો આદેશ ગયા સોમવારે મુંબઈ મહાનગર પાલિકાએ બહાર પાડ્યા પછી મંગળવારે દિવસ દરમ્યાન પાલિકાના માર્શલ્સે ૩૫૦૦૦ રૂપિયા દંડ વસુલ્યો હતો. અગાઉ ૯ એપ્રિલથી 29 જૂન સુધીના ગાળામાં મહાનગર પાલિકાએ માસ્ક વગર બહાર ફરતા લોકો પાસેથી ૨૦,૧૧,૩૦૦ રૂપિયા દંડ વસુલ્યો હતો. મુંબઈ મહાનગર પાલિકાએ 8 એપ્રિલે માસ્ક ન પહેરે એની ધરપકડની ચીમકી આપી હતી. પરંતુ એમાં દંડની જોગવાઈનો ઉલ્લેખ નહોતો. તેમ છતાં ૯ એપ્રિલથી પાલિકાના સ્ટાફે દંડ વસુલ કરવાનું શરૂ કર્યું હતું.

૯ એપ્રિલે દંડ વસુલવાનું શરૂ કર્યા પછી શરૂઆતમાં ૨૦૦ રૂપિયા લેવાતા હતા. ૧૧ એપ્રિલ સુધીમાં ૧૨૦૦ રૂપિયા વસુલ કર્યા હતા. ૧૫ એપ્રિલથી દંડની રકમ વધારવામાં આવી અને ૨૪ જણ પાસેથી ૨૧૦૦૦ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.

ત્યારપછી ૨૯ જૂન સુધીમાં રોજના સરેરાશ ૨૬ જણના ધોરણે ૨૦૧૭ લોકો પાસેથી ૧૯,૭૫,૧૦૦રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા. મહાનગર પાલિકાની નોંધ પ્રમાણે ૫૧૬૯ લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલવાને બદલે ચેતવણી આપીને જવા દેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે રસ્તે ચાલતાં, વાહનમાં, ઓફિસોમાં, બજારોમાં, ક્લિનિક્સમાં, હોસ્પિટલ્સમાં, પ્રવાસમાં, મીટિંગ્સમાં કે સમુહમાં ભેગા થતી વેળા માસ્ક પહેરવો ફરજિયાત હોવાની જાહેરાત કરી હતી.

prajakta kasale coronavirus covid19 lockdown mumbai news mumbai brihanmumbai municipal corporation