કોરોના વાઇરસને લીધે વાલીઓ અને ટીચર્સમાં ગભરાટની લાગણી

12 March, 2020 07:37 AM IST  |  Mumbai | Pallavi Smart

કોરોના વાઇરસને લીધે વાલીઓ અને ટીચર્સમાં ગભરાટની લાગણી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો નોંધાવા અને મુંબઈમાં પણ કોરોનાના બે કેસમાં ટેસ્ટનું પરિણામ પૉઝિટિવ આવતાં શહેરના શૈક્ષણિક વિભાગમાં ગભરાટ વ્યાપ્યો છે. શહેરમાં શાળા અને કૉલેજો હજી સુધી ચાલુ હોવાથી વાલીઓ તેમનાં બાળકોની સુરક્ષા માટે ચિંતિત બની રહ્યા છે.

શિક્ષણ વિભાગે પણ સ્કૂલ અને કૉલેજિસ માટે એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં સાવચેતીનાં પગલાં રૂપે ગિર્દીવાળા સ્થળોએ જવાનું ટાળવા જણાવાયું છે. ઑલ ઇન્ડિયા પેરન્ટ્સ અસોસિએશનના પ્રમુખ અનુભા સહાયે કહ્યું હતું કે નાનાં બાળકોની સંભાળ રાખવાનું કાર્ય ઘણું દુષ્કર હોવાથી સરકાર પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શનની શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી શકે છે. વાલીઓએ જણાવ્યું હતું કે માત્ર પરીક્ષાઓ જ બાકી હોવાથી અગાઉની પરીક્ષાના માર્ક્સના આધારે સરકાર પરિણામ જાહેર કરવાનો આદેશ જારી કરી શકે છે.

આ પણ વાંચો : મુંબઈ: કોરોના સામે સાવચેતીમાં ફૂડ ડિલિવરી કંપનીઓ અગ્રેસર

પરીક્ષાના પેપર્સની ચકાસણી બાબતે ચિંતા વ્યક્ત કરતાં હંસરાજ મોરારજી સ્કૂલના ઉદય નારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી અંગે પણ ટીચર્સમાં ભય પ્રવર્તી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઉત્તરવહી આવતી હશે જેને તપાસવા માટે ટીચરોએ સ્પર્શ કરવો પડશે.

mumbai news coronavirus pallavi smart