કોરોના વાઇરસના દર્દીને ટૅક્સીમાં લઈ જનારો ટૅક્સી-ડ્રાઇવર ઓળખાયો

20 March, 2020 10:07 AM IST  |  Mumbai | Diwakar Sharma

કોરોના વાઇરસના દર્દીને ટૅક્સીમાં લઈ જનારો ટૅક્સી-ડ્રાઇવર ઓળખાયો

ટૅક્સી-રિક્ષાવાળાઓ

સત્તાવાળાઓએ ગઈ ૮ માર્ચે દુબઈથી આવેલા કોરોના વાઇરસના દર્દીને વિમાનમથકથી ઘાટકોપરમાં તેમના ઘર સુધી લઈ જનારા ૩૫ વર્ષના ટૅક્સી-ડ્રાઇવરને ઓળખી લીધા બાદ તેને કોરોના ટેસ્ટિંગ માટે મોકલ્યો છે. ઍરપોર્ટની પ્રીપેઇડ ટૅક્સી સર્વિસના રેકૉર્ડની મદદથી તે ટૅક્સી-ડ્રાઇવર ઓળખાયો હતો. તેની ટૅક્સીને ડિસઇન્ફેક્ટેડ કરવા ઉપરાંત ટૅક્સી-ડ્રાઇવરને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : રાહુરી વિદ્યાલયના કૅમ્પસના 3000 લોકો કોરોનાને કારણે ગભરાયા

સહાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશીકાંત માનેએ જણાવ્યું હતું કે વિદેશથી આવતા પ્રવાસીઓમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. એ પ્રવાસીઓને લઈ જતા વિમાનમથક પરના ટૅક્સી-ડ્રાઇવરોને તેમનાં વાહનોના અને પોતાના ડિસઇન્ફેક્શન અને સૅનિટાઇઝેશનનું મહત્વ અને જરૂરિયાત સમજાવવા માટે સહાર પોલીસ સ્ટેશને મીટિંગ યોજી હતી. એમાં કાળી-પીળી ટૅક્સીઓ, રિક્ષાઓ અને કૂલ કૅબ્સના ડ્રાઇવરો સામેલ હતા.

diwakar sharma mumbai mumbai news coronavirus covid19 ghatkopar