મુંબઈ: નિવૃત્ત નર્સે ઘરે પ્રસૂતિ કરવામાં મદદ કરી

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Gaurav Sarkar, Ashish Raje

મુંબઈ: નિવૃત્ત નર્સે ઘરે પ્રસૂતિ કરવામાં મદદ કરી

પાડોશી મીના કાળે સાથે નર્સ નૈના નંદકુમાર હુદ્દર (ડાબે) જેમણે પૂજા મિશ્રાને ડિલિવરીમાં મદદ કરી. તસવીર : આશિષ રાજે

૬૪ વર્ષની એક નિવૃત્ત નર્સે દાદરની સુંદર નગર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે બુધવારે પાડોશીને પ્રસૂતિ કરાવવામાં મદદ પૂરી પાડી હતી.
બિલ્ડિંગના ચોથા માળે રહેતી નર્સ નૈના નંદકુમાર હુદ્દરને સવારે સાડાસાત વાગ્યે તેમના પાડોશી પૂજા વિજય મિશ્રાનો દરવાજો કોઈ ખખડાવી રહ્યું હોય એવું તેમને સંભળાયું. પાડોશીઓ સાથે મળીને જ્યારે તેઓ તપાસ કરવા ગયા ત્યારે મિશ્રાના ભાઈએ જણાવ્યું કે પૂજાને પ્રસવની પીડા ઊપડી છે. દરવાજો અંદરથી બંધ હતો અને બાળક નીકળવાની શરૂઆત થઈ ગઈ હોવાથી ઘરની અંદર રહેલી પૂજા દરવાજો ખોલી શકે એમ ન હતી.

બીએમસીમાં નર્સ તરીકે ૩૪ વર્ષ સુધી ફરજ બજાવનારાં હુદ્દરે મિશ્રાને શિશુને પેટની નજીક પકડી રાખીને દરવાજા તરફ લંબાઈને દરવાજો ખોલવા જણાવ્યું. મિશ્રા સાથે તેનો બે વર્ષનો પુત્ર પણ હતો.

હુદ્દરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં જોયું કે બાળક સંપૂર્ણપણે બહાર આવી ગયું હતું. હું એ જ ફ્લૉર પર આવેલા મારા ઘરે ગઈ અને ગ્લવ્ઝ, સ્પિરિટ તથા કાતર લીધી. મેં નાળ કાપી અને પછી નવજાત શિશુના શરીર પરથી પ્લેસેન્ટા સાફ કરી તેને નવડાવ્યું અને પૂજાના ભાઈને આપ્યું.’

પ્રસૂતિ બાદ મિશ્રા અને નવજાત શિશુને કેઈએમ હૉસ્પિટલ લઈ જવાયાં. હુદ્દરે જણાવ્યું હતું કે ‘હું નિવૃત્ત થઈ ગઈ એનો અર્થ એ નથી કે હું લોકોને મદદ કરવાનું બંધ કરી દઈશ. જો કોઈ મને ફોન કરીને મદદ માગશે તો હું હંમેશાં મદદ કરવા તૈયાર રહીશ.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation dadar KEM Hospital gaurav sarkar