બોલો, છેલ્લાં છ દિવસમાં માત્ર 88 મુંબઈગરાઓ જ માસ્ક વગર નીકળ્યા

08 July, 2020 08:06 AM IST  |  Mumbai | Prajakta Kasale

બોલો, છેલ્લાં છ દિવસમાં માત્ર 88 મુંબઈગરાઓ જ માસ્ક વગર નીકળ્યા

વિક્રોલી ઇસ્ટમાં માસ્ક વગર ફરતો વ્યકિત. તસવીર : સમીર માર્કન્ડે

છેલ્લા એક અઠવાડિયામાં માસ્ક ન પહેરીના ઘરની બહાર નિકળેલા માત્ર ૮૮ મુંબઇગરાંઓને પોલિસે દંડ ફટકાર્યો હતો. મુંબઇ મહાનગર પાલિકાના નિયમ અનુસાર માસ્ક પહેર્યા વગર દેખાતા લોકો પાસેથી એક હજાર દીઠનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના પરિણામે છેલ્લા એક અઠવાડિયામાં માત્ર ૮૮ લોકો રસ્તા પર એવા દેખાયા હતા જેમણે માસ્ક પહેર્યો નહોતો.

બીએમસી દ્વારા એપ્રિલ માંજ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા હતા. પણ સોલાર વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા એપોઇન્ટ કરવામાં આવેલા ક્લિન-અપ માર્શલ્સ દ્વારા ફાઇન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જુન મહિનાના અંત સુધી રોજના ૨૫ લોકો સામે બીએમસી કાર્યવાહી કરતી હતી.

આ પણ વાંચો : કોરોના ઈફેક્ટ: નવી મુંબઈ, પનવેલમાં ફરી ટોટલ લૉકડાઉન

બોરિવલીમાં રહેતા સ્મૃતિ કુલકર્ણીએ આ નિયમનું પ્રૂફ માગતા કહ્યું હતું કે, ઘણા લોકો રસ્તા પર માસ્ક પહેર્યા વગર નિકળે છે અને ગૃપમાં ડિસ્ટન્સ રાખ્યા વગર વાતો કરે છે. મોર્નિંગ વોકર્સ પણ નિયમોનું પાલન કરતા નથી.

બીએમસીએ આ બાબતે કહ્યું હતું કે, ક્લિન અપ માર્શલ્સનું કામ શહેરને ચોખ્ખુ રાખવાનું છે છતા તેઓ લોકોને સાવચેત કરી રહ્યા છે. અન્ય લોકો કોવિડ-૧૯ના કામમાં લાગ્યા છે. જો કે, હવે ઘણાં ઓછા લોકો નિમયનો ભંગ કરી રહ્યા છે.

lockdown coronavirus covid19 mumbai mumbai news prajakta kasale brihanmumbai municipal corporation vikhroli