મુંબઈ: શહેરમાં શરૂ થઈ દારૂની ફ્રી હોમ ડિલિવરી

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: શહેરમાં શરૂ થઈ દારૂની ફ્રી હોમ ડિલિવરી

પ્રતીકાત્મક તસવીર

સૌથી વધુ મહેસૂલ રળી આપતા દારૂનું વેચાણ બંધ કરવું સરકારને પાલવે એમ નથી અને જો દારૂની દુકાનો ખુલ્લી કરાય તો લોકોની ભીડ થાય છે જેને ખાળી શકવામાં પોલીસ દળને નાકે દમ આવે છે ત્યારે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવો જબરદસ્ત ઉપાય હવે સરકારે અપનાવ્યો છે, એ છે દારૂની હોમ ડિલિવરીનો અથવા ઑનલાઇન વેચાણનો. જેમાં ગ્રાહકે માત્ર ફોન પર ઑર્ડર નેંધાવવાનો અને ઘરે તેને દારૂની ડિલિવરી મળી જાય તો તે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકે અથવા કેશ ઑન ડિલિવરી પણ આપી શકે.

શહેરમાં વડાલાના એખ વાઇન શોપના માલિક અન્ય દુકાનની માફક દારૂની હોમ ડિલિવરી ચાલુ કરી છે. આ દુકાન કમ્પાઉન્ડની અંદર આવી હોવાથી તેમણે કમ્પાઉન્ડના ગેટ પર દુકાનનો ફોન નંબર અને મોબાઇલ નંબર લખી રાખ્યા છે. એ નોટ કરી અથવા મોબાઇલમાં તેનો ફોટો પાડી ગ્રાહકો નીકળી જાય છે. ત્યાર બાદ વૉટ્સઍપ પર ઑર્ડર આપવામાં આવે છે. દુકાનદાર વધુમાં વધુ ૨૪ યુનિટ ( બે બૉટલ) દારૂ આપે છે. સાથે એક દિવસની પરમિટ (પાંચ રૂપિયાની) આપે છે. જે ગ્રાહક પાસે પહેલેથી પરમિટ હોય તો તેનો નંબર બિલ પર લખીને મોકલાય છે. દારૂ એમઆરપી પર વેચવામાં આવે છે જ્યારે હોમ ડિલિવરીનો કોઈ એકસ્ટ્રા ચાર્જ કરાતો નથી. આમ વેપારી ખુશ છે, ધંધો ચાલુ થયો. દારૂ પીનારા ખુશ છે, સ્ટૉક મળતો થયો અને સરકાર પણ ખુશ છે કે દારૂના વેચાણથી મહેસૂલી આવક વધી.

mumbai mumbai news lockdown coronavirus covid19