મુંબઈ: કલ્યાણ-ડોમ્બિવલીમાં હવે સ્થિતિ કન્ટ્રોલમાં

08 November, 2020 07:43 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ: કલ્યાણ-ડોમ્બિવલીમાં હવે સ્થિતિ કન્ટ્રોલમાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના કોરોના-ગ્રાફમાં બૉમ્બ બનેલા કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (કેડીએમસી) દ્વારા અંતે હવે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા આશરે પાંચેક દિવસથી કેડીએમસીના પેશન્ટ્સની સંખ્યા બે આંકડામાં આવવા માંડી છે. કોરોનાનો ગ્રાફ ઓછો થયો હોવાથી કેડીએમસી પ્રશાસને અમુક કોવિડ સેન્ટર્સ હાલ પૂરતાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે અમુક કોવિડ હૉસ્પિટલમાં કોવિડનો ઇલાજ ચાલુ રાખવાનો નિર્ણય કેડીએમસીના આરોગ્ય વિભાગે લીધો છે. અહીંનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાંથી વધુ કેસ આવી રહ્યા હોવાનું કહીને અહીં કોરોનાનો ગ્રાફ ભારે સ્પીડમાં દોડી રહ્યો હોવાથી પ્રશાસન ચિંતામાં મુકાયું હતું અને અનેક સખત પગલાં ઉપાડ્યાં હતાં, પરંતુ હવે એ ગ્રાફ નીચે આવતાં પ્રશાસન સાથે જનતાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મહારાષ્ટ્રની મોટા ભાગની મહાનગરપાલિકામાં કોરોના પેશન્ટ્સની સંખ્યામાં ખાસોએવો ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા અંદાજે ૩થી ૪ મહિનાથી થાણે જિલ્લામાં કોરોનાના પેશન્ટની સંખ્યામાં કેડીએમસી મોખરે હતી, જેથી પ્રશાસને માસ્ક ન પહેરવા પર કડક કાર્યવાહી કરવાની સાથે ક્વૉરન્ટીનના નિયમોની પણ કડક રીતે અમલબજામણી કરવાની શરૂઆત કરી હતી. એના પરિણામસ્વરૂપે લગભગ પાંચથી ચાર દિવસથી પેશન્ટ્સની સંખ્યામાં ઘટાડો થઈ રહેલો જોવા મળે છે. પહેલાં ૫૦૦થી ૫૩૦ સુધી પ્રતિદિન પેશન્ટ્સની સંખ્યા હતી અને હવે ૧૦૦થી ૧૫૦એ પહોંચી હોવાથી મહાનગરપાલિકાએ પેશન્ટ્સની સારવાર માટે અનેક ઠેકાણે ઊભાં કરેલાં કોવિડ કૅર સેન્ટર તાત્પૂરતાં બંધ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ સલામતીના પગલારૂપે અમુક કોવિડ હૉસ્પિટલ ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.

કેડીએમસીમાં આ કોવિડ કૅર સેન્ટર્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો

કેડીએમસીએ કલ્યાણ-વેસ્ટમાં આસરા ફાઉન્ડેશનમાં કોરોના કૅર સેન્ટર, સાવલારામ મહારાજ મ્હાત્રે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ટેનિસ કોટમાં એક્સટેન્ડેડ કોરોના કૅર સેન્ટર અને શહાડનું ક્વૉરન્ટીન સેન્ટર તાત્પૂરતા ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હૉસ્પિટલને ૯ નવેમ્બરથી નૉન-કોવિડ કરવાનો આદેશ અપાયો છે. પ્રેગ્નન્ટ મહિલાઓની સારવારમાં સમસ્યા ન નડે એ માટે આવો નિર્ણય લેવાયો છે.

સારવાર લઈ રહેલા પેશન્ટ્સ ૧૩૨૪
ડિસ્ચાર્જ થયેલા પેશન્ટ્સ ૪૮,૫૪૩
મરણાંક ૧૦૧૬

ક્યારે કેટલા પેશન્ટ્સ?
૪ નવેમ્બર ૯૪
૫ નવેમ્બર ૧૬૦
૬ નવેમ્બર ૧૩૦
૭ નવેમ્બર ૧૨૦

coronavirus covid19 lockdown mumbai mumbai news kalyan dombivli preeti khuman-thakur