ચાર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરવાનો બોગસ લેટર વાઇરલ થયો

14 March, 2020 08:19 AM IST  |  Mumbai

ચાર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરવાનો બોગસ લેટર વાઇરલ થયો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને લીધે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યમાં ૧૪થી ૨૧ માર્ચ સુધી રજા જાહેર કરાઈ હોવાનો કેન્દ્ર સરકારનો બનાવટી પત્ર ગઈ કાલે વાઇરલ થયો હતો. આવો કોઈ લેટર જાહેર નથી કરાયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નામે આ લેટર સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. કોરોના વાઇરસને નામે કેટલાક લોકો આવી અફવા ફેલાવી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. રાજ્ય સરકારે આવી વાતો પર ધ્યાન ન આપવાનું આહ્વાન લોકોને કર્યું છે.

વાઇરલ થયેલા બનાવટી પત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર, સિક્કિમ અને ઉત્તર પ્રદેશમાં ૧૪થી ૨૧ માર્ચ દરમ્યાન સ્કૂલો બંધ રાખવાનો આદેશ અપાયો છે. સ્કૂલો બંધ નહીં રખાય તો ૫૦૦૦ રૂપિયાનો દંડ કરવાની ચીમકી અપાઈ છે. આ પત્ર વાઇરલ થતાં જ કેન્દ્ર સરકારે માત્ર ચાર જ રાજ્યમાં શા માટે રજા જાહેર કરી હોવાનો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ પત્ર નકલી હોવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મધરાતથી મુંબઈ, પુણે, નાગપુર સહિતના શહેરમાં જિમ્નેશ્યમ, સિનેમા હૉલ, સ્વીમિંગ પૂલ અને મોલ્સ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. સરકાર આ બાબતે નવો આદેશ ન આપે ત્યાં સુધી આ તમામ બંધ રહેશે.

mumbai mumbai news coronavirus