હોમ ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ ધરાવનારા વિદેશી લોકો રેલવે માટે બન્યા ટેન્શન

20 March, 2020 07:59 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

હોમ ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ ધરાવનારા વિદેશી લોકો રેલવે માટે બન્યા ટેન્શન

તસવીર: આશિષ રાજે

ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, દુબઈ અને થાઇલૅન્ડથી મુંબઈ આવેલા ૧૭ પ્રવાસીઓને એક્સપ્રેસ ટ્રેનમાંથી વિવિધ સ્ટેશનો પર ઊતરવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઘટના પરથી ફલિત થાય છે કે ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યા બાદ ૧૪ દિવસના ક્વૉરન્ટીન સૂચિત કરાયેલા મુસાફરો સૂચનાનું પાલન ન કરતા હોવાથી વાસ્તવમાં જાહેર પરિવહન ક્ષેત્રના અધિકારીઓ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. 

sઆ ઉપરાંત કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા થાઇલૅન્ડથી આવેલા પાંચ ઉતારુઓને મુસાફરોની જાગૃતતાને કારણે પાલઘર સ્ટેશન પર ઉતારી દેવાયા હતા, જ્યારે કે દુબઈથી આવેલા એક અને ફ્રાન્સથી આવેલા ત્રણ મુસાફરોને સુરત સ્ટેશન પર ઉતારી મૂકવામાં આવ્યા હતા. અન્ય એક મહિલા ઉતારુને મુંબઈ સેન્ટ્રલ પર જ ઇન્દોર જતી અવન્તિકા એક્સપ્રેસમાં ચઢતી રોકવામાં આવી હતી. બુધવારે પણ ગરીબરથમાં ચડેલા હોમ ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ ધરાવતા ચાર ઉતારુઓને પાલઘર પર ઉતારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કોરોના વાઈરસ અસર: ડબ્બાવાળા પણ 31 માર્ચ સુધી સર્વિસ બંધ રાખશે

સેન્ટ્રલ રેલવે ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના કેતનભાઈ શાહે વહીવટી તંત્રએ હોમ ક્વૉરન્ટીન સૂચિત કરાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ઍમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી જોઈએ અને જો ઍમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવા અસમર્થ હોય તો તેમને ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવા ફરજ પાડવી જોઈએ.

rajendra aklekar mumbai mumbai news coronavirus covid19 western railway indian railways mumbai local train