કોરોનાએ માર્ચથી અત્યાર સુધીમાં લીધો 82 પોલીસનો ભોગ

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Agencies

કોરોનાએ માર્ચથી અત્યાર સુધીમાં લીધો 82 પોલીસનો ભોગ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ગયા માર્ચ મહિનામાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં રાજ્યના છ પોલીસ-અધિકારીઓ સહિત કુલ ૮૨ પોલીસનાં સંક્રમણના કારણે મોત નીપજ્યાં હોવાનું એક સિનિયર અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કુલ ૬૪૦૦ પોલીસ સંક્રમિત થયા હતા, જેમાંથી ૫૧૦૦ સાજા થઈ ગયા હતા જ્યારે ૧૫૦ અધિકારીઓ સહિત ૧૨૧૩ પોલીસ વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

ત્રણ અધિકારીઓ સહિત આ પોલીસોનાં મોત સાથે રાજ્યમાં મુંબઈ પોલીસ સૌથી ઊંચો મૃત્યુ આંક ધરાવે છે.

માર્ચમાં લૉકડાઉન લાગુ થયું ત્યારથી લઈને પોલીસ પર હુમલાના ૩૧૩ તથા હેલ્થ વર્કર્સ પર હુમલાના ૫૪ બનાવો નોંધાયા હતા. આ હુમલાઓમાં ૮૭૯ લોકોની ધરપકડ થઈ છે.

પોલીસે આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ૧,૭૭,૪૯૧ કેસો દાખલ કર્યા હતા અને ૩૦,૪૪૨ લોકોની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યા પ્રમાણે ૯૧,૮૦૫ વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં અને લૉકડાઉન દરમિયાન વિવિધ ગુનાઓ બદલ ૧૩.૪૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

mumbai mumbai news coronavirus covid19 lockdown mumbai police