માય ફૅમિલી, માય રિસ્પૉન્સિબિલિટી

12 September, 2020 07:00 AM IST  |  Mumbai | Gaurav Sarkar

માય ફૅમિલી, માય રિસ્પૉન્સિબિલિટી

‘કે’ - વેસ્ટ વૉર્ડ શહેરમાં ચોથા ક્રમાંકનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે. તસવીર : અતુલ કાંબળે

મુંબઈ મહાનગરપાલિકાના ‘માય ફૅમિલી, માય રિસ્પૉન્સિબિલિટી’ અભિયાનના બીજા તબક્કામાં શહેરનાં સૌથી વધારે પ્રમાણમાં કોરોનાગ્રસ્ત ક્ષેત્રોમાં ચોથા ક્રમે આવતા ‘કેૅ-વેસ્ટ વૉર્ડના ઓશિવરાથી સાંતાક્રુઝ સુધીના વિસ્તારોમાં લોકોને ઘરઆંગણે ઍન્ટિજન ટેસ્ટની સુવિધા આપવામાં આવી છે. એક હાઉસિંગ સોસાયટીમાં ૨૦ જણ ઍન્ટિજન ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય અને વૉર્ડ-ઑફિસમાં ફોન કરે તો તબીબી કર્મચારીઓ ટેસ્ટ માટે સંબંધિત સોસાયટીમાં જઈ શકે છે.

હાલમાં ‘કે’-વેસ્ટ વૉર્ડમાં કોરોના-ઇન્ફેક્શનના ૯૨૦૬ કેસમાં ૧૨૩ ઍક્ટિવ કેસ છે. વૉર્ડ-ઑફિસે બીજીથી દસમી સપ્ટેમ્બર વચ્ચે કરેલી ૨૪૮૭ રૅપિડ ઍન્ટિજન ટેસ્ટમાં ૧૫૮ જણના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

‘કે’-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું કે જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી ૧૫ ઑગસ્ટ સુધી કેસ ઘટતા હતા, પરંતુ ‘મિશન બિગિન અગેઇન’ને કારણે લોકોમાં સલામતીનો ખોટો અહેસાસ પેદા થયો હતો. એકંદરે કેસ ઘટતા હતા, પરંતુ ઝૂંપડપટ્ટીની સરખામણીમાં બિલ્ડિંગ્સ અને હાઉસિંગ સોસાયટીમાં સંખ્યા વધતી હતી. નિયમોના પાલન માટે લોકોએ ફક્ત સત્તાવાળાઓ પર આધાર રાખવાને બદલે જાતે શિસ્ત અપનાવવું જોઈએ. અત્યંત મહત્ત્વનું કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.’

કોવિડ-19 સામે લડવું હશે તો લોકોના વર્તાવમાં ફરક લાવવો પડશે. માય ફૅમિલી, માય રિસ્પૉન્સિબિલિટી અત્યારના સમયની સૌથી મોટી જરૂરિયાત.

- ધવલ શાહ, લોખંડવાલા-ઓશિવરા સિટિઝન્સ અસોસિએશનના સ્થાપક

gaurav sarkar mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19