મુંબઈ: નૅશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે બંધ રહેશે

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ: નૅશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે બંધ રહેશે

નૅશનલ પાર્ક

શહેરમાં કોવિડ-19ના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ વન વિભાગના અધિકારો એસજીએનપી અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવાના પક્ષમાં ન હોઈ પ્રકૃતિ‍પ્રેમીઓએ આ પાર્કની મુલાકાત લેવા લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

આ સંબંધે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઍડિશનલ મુખ્ય વન સંરક્ષક (એપીસીસીએફ) સુનીલ લિમયેએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતાં આ નિર્ણય લેવાયો છે. જોકે પછીથી પરિસ્થિતિમાં સુધાર જણાતાં આ બન્ને પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લા મૂકી શકાશે.

વરસાદની મોસમમાં અહીં સહેલાણીઓની ભારે ભીડ રહે છે એવામાં ચોમાસામાં લોકો ઊમટી ન પડે એ ભયે ૧૭ માર્ચે જ અધિકારીઓએ આ બન્ને પાર્ક બંધ કરી દીધા હતા.

જોકે આ કારણે તેમને પ્રવેશ-ટિકિટ અને સફારી પાર્કની ટિકિટના વેચાણ દ્વારા થતી રોજની સરેરાશ 3.5 લાખ રૂપિયાની આવકનું નુકસાન પણ વેઠવું પડ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

એપીસીસીએફ અને મૅન્ગ્રોવ્ઝ સેલના વડા વીરેન્દ્ર તિવારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે થાણેની ખાડીમાં ફ્લૅમિંગો અભયારણ્યમાં ચોમાસામાં બોટરાઇડ બંધ હોવાથી એ સામાન્ય રીતે ચોમાસામાં બંધ રહેતું હોય છે. જોકે અનેક પ્રકૃતિપ્રેમીઓ પક્ષીઓને જોવા ભાંડુપ પમ્પિંગ સ્ટેશન વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આથી આ વિસ્તાર પણ જાહેર જનતા માટે બંધ રાખી વિસ્તારમાં પોલીસ-પૅટ્રોલિંગ વધારી દીધું છે.

mumbai mumbai news ranjeet jadhav coronavirus covid19 lockdown sanjay gandhi national park