મોદીસાહેબ, દહિસરની આ સોસાયટીએ તો અગાઉ જ અમલી બનાવ્યો છે જનતા-કરફ્યુ

20 March, 2020 07:59 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મોદીસાહેબ, દહિસરની આ સોસાયટીએ તો અગાઉ જ અમલી બનાવ્યો છે જનતા-કરફ્યુ

રુસ્તમજી રીજન્સી કૉમ્પ્લેક્સ

કોરોના વાઇરસને કારણે સરકાર અને પ્રશાસન એની સામે યુદ્ધના ધોરણે લડી રહ્યાં છે અને કોરોનાને રોકવા કે વધુ ન ફેલાય એ માટે પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે દહિસર-વેસ્ટની રુસ્તમજી રીજન્સી કૉમ્પ્લેક્સના રહેવાસીઓએ તેમની સામાજિક જવાબદારી સમજીને તેમનો ભાર થોડો ઓછો કરવા જાતે અનેક પગલાં લીધાં છે, એટલું જ નહીં, જે લોકો વિદેશથી હાલમાં આવ્યા હતા તેમના વિશે બીએમસીને જાણ કરી તેમની મેડિકલ-ટેસ્ટ કરાવી તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં સાવચેતીના પગલારૂપે તેમને અને તેમના પરિવારને હાઉસ-ક્વૉરન્ટીન કર્યા છે. વળી તેમની રોજબરોજની જરૂરિયાતોનું ધ્યાન પણ હવે સોસાયટીવાળા જ રાખીને સહકાર અને સદ્ભાવનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

રુસ્તમજી રીજન્સી કૉમ્પ્લેક્સ સોસાયટીના સેક્રેટરી ચંદ્રેશ બર્મને આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં કુલ ૪ બિલ્ડિંગ્સ છે જેની ૧૨ વિન્ગમાં કુલ ૪૭૭ ફ્લૅટ છે જેમાં અંદાજે ૨૦૦૦ લોકો રહે છે. રવિવારે અમારી કમિટીની મીટિંગ લેવાઈ હતી અને કોરોના સામે કઈ રીતે સાવચેતી રાખી શકાય એની ચર્ચા કરી અમે કેટલાંક પગલાં લેવાનું નક્કી કર્યું હતું અને એ મુજબ સર્ક્યુલર પણ બહાર પાડીને ડુ ઍન્ડ ડૉન્ટ્સની યાદી સોસાયટીના સભ્યોને આપી હતી.’

સોસાયટીએ લીધેલાં પગલાં વિશે જણાવતાં રાજેશ પંચાલે કહ્યું હતું કે ‘અમે ૨૦ વૉલન્ટિયર્સની ટીમ બનાવી છે જેમાં સોસાયટીની મહિલાઓની મોટી સંખ્યા છે. આ વૉએવોર્ડ્સલન્ટિયર્સ બે-બે જણની ટુકડીમાં સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી ઓનરરી સેવા આપે છે. વૉએવોર્ડ‍‍્સલન્ટિયર્સ એ વાતનું ધ્યાન રાખે છે કે સોસાયટીમાં બહારથી આવતા લોકો જેમાં સોસાયટીના સભ્યોનો પણ સમાવેશ છે એ બધાએ જ ગેટ પર ગોઠવેલા વૉશબેસિનમાં સાબુથી હાથ ધુએ અને સૅનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરે એનું ધ્યાન રાખે છે. જે મેમ્બરો કારમાં ડાયરેક્ટ સોસાયટીની અંદર આવે છે તેમને માટે દરેક વિન્ગમાં નીચે સિક્યૉએવોર્ડ‍‍્સરિટી પાસે સૅનિટાઇઝરની વ્યવસ્થા રાખી છે જેથી કોઈ પણ વ્યક્તિ હાથ સ્વચ્છ કર્યા વગર બિલ્ડિંગમાં ન પ્રવેશે. આ બાબતનું વૉએવોર્ડ‍‍્સલન્ટિયર્સ ખાસ ધ્યાન રાખે છે.’

સોસાયટીના સભ્ય દેવલ જોષીએ કહ્યું કે હાલમાં અમે અમારી કામવાળીને પણ ભરપગારે રજા આપી દીધી છે અને તેની તથા અમારી સેફ્ટી રાખવાનો પ્રયાસ કર્યો છે.

સોસાયટીનાં સભ્ય અને વૉએવોર્ડ‍‍્સલન્ટિયરની ટીમનાં સભ્ય હિના ઠક્કરે કહ્યું હતું કે ‘સોસાયટીમાં કુરિયરબૉય કે ફૂડ ડિલિવરીબૉયને પ્રવેશ અપાતો જ નથી. પાર્સલ મગાવનારે એ પાર્સલ ગેટ પર આવીને કલેક્ટ કરવું પડે છે. વળી સોસાયટીના કૉમન પ્લેસ ગાર્ડનમાં રમવા પર બાળકોને હાલમાં ૩૧ માર્ચ સુધી મનાઈ ફરમાવી દેવાઈ છે. એ ઉપરાંત સિનિયર સિટિઝન જે દરરોજ સાંજે ગાર્ડનમાં ભેગા થઈ ભજનમંડળી જમાવતા હોય છે તેઓને પણ હાલમાં બંધ કરી દેવાયા છે.’

કાંઈ પણ ઇન્ફેક્ટેડ નથી, સાવચેતી માટે ક્વૉરન્ટીન

રુસ્તમજી રીજન્સીના સેક્રેટરી ચંદ્રેશ બર્મને કહ્યું હતું કે ‘સોસાયટીએ દરેક સભ્યોને જો તેમના ઘરે કોઈ પણ સભ્ય વિદેશથી ટૂર કરીને પાછો આવ્યો હોય તો એની વિગતો આપવાનું કહ્યું છે. એ વિશે માહિતી મળતાં તરત બીએમસીને જાણ કરતાં તેમના હેલ્થ-ડિપાર્ટમેન્ટનાં શીતલ દાતેલા તેમની ટીમ સાથે આવ્યાં હતાં. કુલ ૮ જણને તેમણે ચકાસ્યા હતા અને ત્યાર બાદ તેમને ૧૪ દિવસ માટે હાઉસ-ક્વૉરન્ટીન થવા જણાવ્યું છે. કોઈ પણ કોરોનોગ્રસ્ત નથી, પણ પૂરતી કાળજી લેવાઈ રહી છે. હાલમાં એ લોકો સાથે તેમના પરિવારને પણ ક્વૉરન્ટીન કરાયો છે. એ ચોક્કસ વ્યક્તિ તો તદ્દન અલાયદી રૂમમાં જ રહે છે. ઘરની દરેક વ્યક્તિ માસ્ક પહેરે છે. તેમને જોઈતી રોજબરોજની ચીજવસ્તુઓ પણ હાલમાં સોસાયટીના મેમ્બરો દ્વારા જ તેમને પૂરી પડાય છે. એ આપ-લે વખતે પણ પૂરતી કાળજી લેવાય છે. ક્વૉરન્ટીન કરાયેલી વ્યક્તિનાં કપડાં અલગ ધોવાય છે. તેમને જમવાનું આપવાનાં વાસણો પણ અલગ રાખીને સ્વચ્છ કરાય છે. ઈવન તેમનો ગાર્બેજ પણ અલગ કલેક્ટ કરીને એનો યોગ્ય રીતે નિકાલ કરાય છે.’

સાવચેતી માટે તેઓને ક્વૉરન્ટીન કરાયા : પાલિકા

મુંબઈ મહાનગરપાલિકાના હેલ્થ-ડિપાર્ટમેન્ટનાં શીતલ દાતેલાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રુસ્તમજી રીજન્સી સોસાયટીમાં જે લોકો વિદેશથી આવ્યા હતા અમે તેમની મેડિકલ કર્યું હતું. ઍરપોર્ટ પર પણ તેમની ચકાસણી કરાઈ હતી. જોકે એમાં તમામના રિપોર્ટ્સ નેગેટિવ જ આવ્યા હતા, પણ સાવચેતીન પગલારૂપે તેમને ૧૪ દિવસ માટે હાઉસ-ક્વૉરન્ટીન કરાયા છે.’

dahisar coronavirus mumbai news covid19