કોરોનાકાળની દિવાળી ભારતની ઇકૉનૉમીને બૂસ્ટ કરશે?

13 November, 2020 07:59 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કોરોનાકાળની દિવાળી ભારતની ઇકૉનૉમીને બૂસ્ટ કરશે?

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીને કારણે આર્થિક મહામંદી આવી છે, પરંતુ કોરોનાકાળની આ દિવાળી ઇકૉનૉમીને બૂસ્ટ કરશે કે? કારણ કે હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી માર્કેટમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. એ અનુસાર આજથી લઈને ૨૬ નવેમ્બરના તુલસી વિવાહ સુધી બધા તહેવારો ઊજવાશે. મહામારી વચ્ચે દિવાળી આવતાં માર્કેટમાં હલચલ તો દેખાય છે એટલે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ અનુમાને દેશભરમાં અંદાજે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

દિવાળીની સાથે એની આસપાસ અન્ય તહેવારો જેમ કે છઠપૂજા, તુલસી વિવાહ પણ ઊજવવામાં આવશે. દિવાળીમાં રેડિમેડ કપડાના વેપારીથી લઈને કિચનનો સામાન, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ, મીઠાઈ જેવી તમામ વસ્તુઓના વેપારીઓ ઘરાકીની ઉમીદ રાખીને બેઠા છે. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે ‘તમામ સ્તરેથી ચીની સામાનનો બહિષ્કાર કરવા આહવાન કરાતાં એની અસર જોવા મળી રહી છે. દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને દેશભરમાં આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય એવું અનુમાન કરાયું છે. ગયા વર્ષે દિવાળીમાં આશરે ૪૦ કરોડ રૂપિયાનો ચીની સામાનનો વેપાર થયો હતો અને આ વખતે તેમને નુકસાન પણ ખૂબ થશે.’

mumbai mumbai news preeti khuman-thakur indian economy diwali