મુંબઈ : મીરા રોડથી વિરાર સુધીના જિમ સામે કાર્યવાહી

05 October, 2020 07:31 AM IST  |  Mumbai | Diwakar Sharma, Faizan Khan

મુંબઈ : મીરા રોડથી વિરાર સુધીના જિમ સામે કાર્યવાહી

જીમ

કોરોના રોગચાળાના અનુસંધાનમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના નિયમો હળવા કરવાની તબક્કાવાર કાર્યવાહીમાં જિમ્નેશ્યમ્સ અને ફિટનેસ સેન્ટર્સ ફરી શરૂ કરવાની સૂચના હજી બહાર પડાઈ નથી તેમ છતાં મીરા-ભાઇંદર અને વસઈ-વિરારમાં જિમ્નેશ્યમ્સ શરૂ કરાયાં હોવાથી પોલીસે આક્રમક વલણ અપનાવીને તેમના માલિકો સામે ગુના નોંધ્યા હતા.

પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરીને જિમ્નેશ્યમ્સ ચલાવાતાં હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોને પગલે મીરા-ભાઇંદર, વસઈ-વિરાર (MBVV) કમિશનરેટનો અખત્યાર સંભાળતા પોલીસ કમિશનર સદાનંદ દાતેએ તેમના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવાનો એ ક્ષેત્રોનાં તમામ પોલીસ સ્ટેશન્સને આદેશ આપ્યો હતો. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પણ જિમ્નેશ્યમ્સ અને ફિટનેસ સેન્ટર્સ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ચાલતાં હોવાની પણ માહિતી સોશ્યલ મીડિયા પર ફરતી હતી.

પોલીસ કમિશનર સદાનંદ દાતેના આદેશને પગલે અર્નાલા પોલીસ સ્ટેશને વિરારમાં એલીટ ફિટનેસ ક્લબ અને રેપ મૅક્સ ફિટનેસ ક્લબ પર દરોડા પાડ્યા હતા. માણિકપુર પોલીસ સ્ટેશને સેરેજો-11 ફિટનેસ ક્લબ પર દરોડો પાડીને તેના માલિકને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પોલીસે મીરા-ભાઇંદર અને વસઈ-વિરારમાં જે જિમ્નેશ્યમ્સ અને ફિટનેસ સેન્ટર્સ પર દરોડા પાડ્યાં તેમના માલિકો સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ ૧૮૮ હેઠળના પ્રતિબંધક આદેશોનો ભંગ કરવા સહિતના ગુના નોંધ્યા હતા.

diwakar sharma faizan khan mumbai mumbai news mira road bhayander vasai virar