મુંબઈ : લોઅર પરેલના ડીલાઇલ રોડ બ્રિજના નિર્માણકાર્યમાં પ્રગતિ

23 July, 2020 07:06 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : લોઅર પરેલના ડીલાઇલ રોડ બ્રિજના નિર્માણકાર્યમાં પ્રગતિ

પુલના પશ્ચિમ દિશામાં આવેલા રાફ્ટ ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું

પશ્ચિમ રેલવેએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ ડીલાઇલ રોડ, લોઅર પરેલ બ્રિજના પાયાનું નિર્માણકાર્ય પૂર્ણ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. જોકે પ્રોજેક્ટની જટિલતાને ધ્યાનમાં રાખતાં આ બ્રિજ ૨૨ માર્ચ, ૨૦૨૧ સુધીમાં નાગરિકો માટે તૈયાર થઈ જશે. પૂર્વ બાજુના પાયાનું કામ મે, ૨૦૨૦માં પૂરું થયું હતું ત્યારે બ્રિજ માટે સ્ટીલનાં ગર્ડર્સ બનાવવાનું કાર્ય રાજસ્થાનના કોટા ખાતે શરૂ કરી દેવાયું છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી આગળ વધી રહી છે ત્યારે લૉકડાઉન અને ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવેના પક્ષે રહેતી કામગીરી 2021ના માર્ચ સુધીમાં તથા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ની કામગીરી ૨૦૨૨ના માર્ચ સુધીમાં સંપન્ન થવાની સમયમર્યાદા વ્યવહારુ જણાય છે.

આ પણ વાંચો : મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનનાં તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓ ઘટ્યા

પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘રવિવારે અમે બ્રિજના પશ્ચિમ ભાગ પર પાયાનું નિર્માણકાર્ય સંપન્ન કરીને મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ૯૩ એન્જિનિયરો અને સુપરવાઇઝર્સ તથા સાત મજૂરોની ટીમ દ્વારા ૧૪ કલાકમાં કુલ ૬૨૫ ક્યુબિક મીટર કૉન્ક્રીટિંગ કરવામાં આવ્યું હતું.’

mumbai mumbai news lower parel iit bombay brihanmumbai municipal corporation rajendra aklekar