મુંબઇના બધાં થાણામાં અર્ણબ ગોસ્વામી પર દેશદ્રોહનો કેસ કરાવશે કૉંગ્રેસ

24 January, 2021 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇના બધાં થાણામાં અર્ણબ ગોસ્વામી પર દેશદ્રોહનો કેસ કરાવશે કૉંગ્રેસ

અર્ણબ ગોસ્વામી (ફાઇલ ફોટો)

મુંબઇ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મુંબઇના બધાં પોલીસ સ્ટેશનમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવશે અને અર્ણબની ધરપકડની માગ પણ કરશે. મુંબઇ કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ભાઇ જગતાપે શનિવારે ઉત્તર મધ્ય મુંબઇમાં કૉંગ્રેસના કાર્યકર્તા સંમેલનની જાહેરાત કરી.

જગતાપે કહ્યું કે અર્ણબ ગોસ્વામી મુંબઇ પોલીસથી બચવા માટે હાલ મુંબઇ છોડીને દિલ્હીમાં રહે છે. જો મુંબઇમાં તેના વિરુદ્ધ દરેક પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહને કેસ દાખલ હશે, તો મુંબઇ પોલીસ તેને દિલ્હીથી ધરપકડ કરી મુંબઇ લાવવા પર મજબૂર થશે.

સોમવારથી થશે શરૂઆત
જગતાપે કહ્યું કે અર્ણબ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવવાની શરૂઆત તે પોતે કરશે. તેમણે કહ્યું કે તે પોતે અને મુંબઇ કૉંગ્રેસના કાર્યાધ્યક્ષ ચરણજીત સિંહ સપરા સોમવારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધાવશે.

સીક્રેટ માહિતી લીક કરવાનો આરોપ
ભાઈ જગતાપે કહ્યું કે અર્ણબ ગોસ્વામીએ પોતાની ચેનલની ટીઆરપી વધારવા માટે સરેઆમ દેશની સુરક્ષા સાથે જોડાયેલી સીક્રેટ માહિતીને પોતાની ચેનલ પર બતાવીને દેશ પ્રત્યે દગેબાઝી કરી છે. એવા ગદ્દારને માફ ન કરવા જોઇએ. તેમણે કહ્યું કે બાલાકોટ પર થયેલા આતંકવાદી હુમલા પહેલા અને તેના જવાબમાં પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની માહિતી સ્ટ્રાઇક પહેલા જ અર્ણબ ગોસ્વામી સુધી કેવી રીતે પહોંચી? આ વિશે મોદી સરકારે તો અત્યાર સુધી કોઇ ખુલાસો કર્યો નથી અને ન તો અર્ણબ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી છે. આ એ વાતની સાબિતી છે કે અર્ણબ અને મોદી સરકાર દરમિયાન ઊંડી સાંઠગાંઠ છે. અર્ણબ બીજેપીના દલાલ તરીકે કામ કરે છે.

મુંબઇના મુદ્દે લડશે
જગતાપે એક વાર ફરી બીએમસી ચૂંટણી કૉંગ્રેસના એકલા પોતાની તાકાત પર લડવાની વાત કહી અને કહ્યું કે મુંબઇ અને મુંબઇના સામાન્ય લોકોના મુદ્દે કૉંગ્રેસ આક્રમક ઢંગે લડાઇ લડશે. તેમણે કહ્યું કે 100 દિવસ ચાલનારી 'મેરી મુંબઇ મેરી કૉંગ્રેસ' મોહિમ શરૂ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં જ મુંબઇના બધા જિલ્લામાં મહિનામાં એક દિવસ જનતા દરબાર શરૂ કરવામાં આવશે. જેમાં કૉંગ્રેસના બધાં મંત્રી ભાગ લેશે અને સ્થાનિક સ્તરે જનતાની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

આ અવસરે મુંબઇ કૉંગ્રેસના તમામ મોટા નેતા જેમાં કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા, મુંબઇના પાલકમંત્રી અસલમ શેખ, શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડ, પૂર્વ મંત્રી નસીમ ખાન, પૂર્વ સાંસદ પ્રિયા દત્ત, વિધેયક જિશાન સિદ્દીકી સહિત ઉત્તર મધ્યના કાર્યકર્તા મોટી સંખ્યમાં ઉપસ્થિત હતા.

mumbai mumbai news arnab goswami