પેટ્રોલના ભાવ વધવાથી CNG કિટ બેસાડવા મોટરિસ્ટોનો ધસારો

21 October, 2012 04:55 AM IST  | 

પેટ્રોલના ભાવ વધવાથી CNG કિટ બેસાડવા મોટરિસ્ટોનો ધસારો

છેલ્લા પંદર દિવસમાં સીએનજી કિટની ડિમાન્ડ બમણી થઈ ગઈ છે. સીએનજી કિટ બેસાડનારા ડીલરોનું કહેવું છે કે ૫૨,૦૦૦ રૂપિયાની આ કિટ બેસાડ્યા પછી છથી આઠ મહિનામાં એનો ખર્ચો પેટ્રોલમાં થતી બચતને કારણે સરભર કરી શકાય છે. જોકે સીએનજી કિટ બેસાડનારા મોટરિસ્ટોનું કહેવું છે કે ‘સીએનજી સપ્લાય કરતા પેટ્રોલ-પમ્પની સંખ્યા ઓછી છે એને કારણે એ ભરાવવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઉપરાંત ઘણી વાર પેટ્રોલ-પમ્પ પર સીએનજીનું પ્રેશર ઓછું હોય છે એટલે એ ભરાવવામાં પણ સમય વેડફાતો હોય છે.’

મહાનગર ગૅસ લિમિટેડે સીએનજીના પ્રૉબ્લેમ વિશે કહ્યું હતું કે હાલમાં અમે ૧૫૨ પેટ્રોલ-પમ્પ પર સીએનજી ભરવાની સુવિધા આપી રહ્યા છીએ જે વધારીને ૨૧૦ પેટ્રોલ-પમ્પ કરવાનું વિચારી રહ્યા છે.

સીએનજી = કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ