મુંબઈ કૉન્ગ્રેસમાં મતભેદ

21 January, 2017 05:08 AM IST  | 

મુંબઈ કૉન્ગ્રેસમાં મતભેદ

ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી ગુરુદાસ કામતે તેમના ટેકેદારોને માહિતી આપી છે કે તેઓ BMCની ચૂંટણીના પ્રચાર અને ઉમેદવારોની પસંદગીમાંથી ખસી ગયા છે. આમ મુંબઈ કૉન્ગ્રેસમાં ફાટફૂટ ફરી એક વાર નજરે પડી છે. આ માટે ગુરુદાસ કામતે મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ સંજય નિરુપમના નકારાત્મક વલણને જવાબદાર ઠેરવ્યું છે.

 ગઈ કાલે પોતાના ટેકેદારોને આપેલા સંદેશમાં ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે ‘BMCની ચૂંટણી માટે ટિકિટો મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ તેમના સ્થાનિક વિધાનસભ્ય અને જિલ્લા કૉન્ગ્રેસ-પ્રમુખનો સંપર્ક કરવો, કારણ કે સંજય નિરુપમના નકારાત્મક વલણને લીધે હું ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અને ચૂંટણીપ્રચારમાંથી ખસી ગયો છું.’

શહેરના એક ભૂતપૂર્વ વિધાનસભ્યે આરોપ મૂક્યો હતો કે સંજય નિરુપમે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર બ્લૉક-પ્રમુખો નીમ્યા છે અને ચૂંટણીની ઉમેદવારીની ટિકિટો પાર્ટીના વિધાનસભ્યોને વિશ્વાસમાં લીધા વગર ફાળવવામાં આવી રહી છે.

આ વિશે મુંબઈ કૉન્ગ્રેસ કમિટીના પ્રમુખ સંજય નિરુપમનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ મુદ્દો પાર્ટીની આંતરિક બાબત છે અને હું આ વિશે BMCની ચૂંટણી પછી વાતચીત કરીશ. હાલમાં પાર્ટી એના પ્રચારના બીજા તબક્કામાં છે જેમાં પાર્ટી ગ્પ્ઘ્માંથી શિવસેના-BJPની સત્તાને ઉખેડીને ફેંકવાના પ્રયાસો કરી રહી છે. હાલમાં અમે શિવસેના-BJPને હરાવવા પર ધ્યાન કેãન્દ્રત કર્યું છે.’

સંજય નિરુપમે વધુમાં કહ્યું હતું કે ‘પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીના નિદેર્શો મુજબ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી અને ગુરુદાસ કામત સહિત અન્ય કૉન્ગ્રેસી નેતાઓએ એને મંજૂર કરી હતી. જે દસ્તાવેજ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યો હતો એમાંં બધા નેતાઓની સહી છે. ઉમેદવારોની પસંદગી નક્કી કરેલી પ્રક્રિયા મુજબ જ થશે.’