પશ્ચિમી પરાંઓમાં ઘરફોડીના બનાવોમાં ખાસ્સો વધારો થયો

30 December, 2011 08:29 AM IST  | 

પશ્ચિમી પરાંઓમાં ઘરફોડીના બનાવોમાં ખાસ્સો વધારો થયો



દહિસર-ઈસ્ટના વીર સાવરકરનગર ખાતેના શ્રીનગર અપાર્ટમેન્ટમાં રહેતાં અમિતા કેતન ઠક્કર કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર સાંઈનગરમાં ધુમિત એન્ટરપ્રાઇઝ નામનું ગોદામ ધરાવે છે. ૨૩ ડિસેમ્બરની મધરાતે કેટલાક શખ્સો ગોદામનું તાળું ખોલીને એમાંથી ૯૫,૦૦૦ રૂપિયા રોકડા તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ગુડનાઇટ કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ મળીને કુલ ૫.૯૫ લાખ રૂપિયાની માલમતા લઈ નાસી ગયા હતા.