મુંબઈચા રાજા કોણ? કોર્ટ કરશે ફેંસલો

31 August, 2012 05:44 AM IST  | 

મુંબઈચા રાજા કોણ? કોર્ટ કરશે ફેંસલો

‘મુંબઈચા રાજા’ કોણ છે એની લડાઈ હવે બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચી છે. ગોરાઈના કિશોર શર્મા પાસે અત્યારે આ નામનો ટ્રેડમાર્ક છે એની વિરુદ્ધ લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ (ગણેશગલી) દ્વારા કેસ કરવામાં આવ્યો છે. ૨૦૦૮થી કિશોર શર્મા આ જ નામથી વેબસાઇટ પણ ધરાવે છે તેમ જ દર વર્ષે ગણેશોત્સવ મંડળને મુંબઈચા રાજા નામનો અવૉર્ડ પણ આપે છે. લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળનું કહેવું છે કે ૨૦૦૪થી આ નામનો એ ઉપયોગ કરતું હોવાથી કિશોર શર્મા આ નામનો ઉપયોગ ન કરી શકે. વધુમાં એણે કહ્યું હતું કે કિશોર શર્માએ ૨૦૦૮ના જૂન મહિનામાં એનો સંપર્ક કરીને ગણેશોત્સવને અન્ય મિડિયા દ્વારા લોકપ્રિય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે પછી એને ખબર પડી કે એના નામનો ઉપયોગ કિશોર શર્માએ જાતે જ કરી લીધો હતો. ગણેશચતુર્થીના થોડા દિવસ પહેલાં ત્રીજી સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી છે.