મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલાશે, નવું નામ હશે આ

06 January, 2021 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલાશે, નવું નામ હશે આ

તસવીર સૌજન્ય મિડ-ડે

પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ ટૂંક સમયમાં જ બદલાવાનું છે, આનું નવું નામ હશે 'નાના શંકર શેટ સેન્ટ્રલ ટર્મિનસ'. આ સંબંધે કેન્દ્ર સરકારની સકારાત્મક ભૂમિકા છે. નામકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહી છે. સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે યાત્રીઓને ટૂંક સમયમાં જ આગામી સ્ટેશન 'નાના શંકર શેટ સેન્ટ્રલ'ની જાહેરાત સંભળાશે.

અરવિંદ સાવંતે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયને પત્ર લખીને મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામકરણ નાના શંકર શેટ ટર્મિનસસ કરવાની અરજી કરી હતી. આ પત્રનો રાયે સકારાત્મક જવાબ આપ્યો હતો. રાયે જણાવ્યું કે સ્ટેશનનું નામ બદલવાની પ્રક્રિયા થઈ રહી છે. આ દરમિયાન, સ્ટેશનનું નામકરણ રાજ્ય સરકારની પરવાનગી અને કેન્દ્રથી પણ સીલ કરી લેવામાં આવી છે.

ભારતીય રેલવેના જનક, મુંબઇના પહેલા મૂર્તિકાર નાના શંકર શેટ કેટલાય વર્ષોથી માગ છે. નામદાર જગન્નાથ ઉર્ફે નાના શંકર શેટ્ટી પ્રતિષ્ઠાન તરફથી તત્કાલીન મુખ્યમંત્રીને નિવેદન આપવામાં આવ્યા હતા. ત્યા બાદ, રાજ્ય સરકારે આખરે વિધાયિકામાં પ્રસ્તાવને મંજૂરી આપી. કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન, નામકરણમાં મોડું થવા માટે કેન્દ્ર સરકારે પાસે કોઇ કારણ નથી. આ સંબંધે તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદર રાયને એક પત્ર લખ્યો. આ અંગે રાયે જણાવ્યું કે નામ બદલવામાં કેન્દ્ર સરકારની સકારાત્મક ભૂમિકા છે. કેન્દ્ર સરકાર આમ કરવાની તૈયારીમાં છે. એટલે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે, અરવિંદ સાવંતે જણાવ્યું.

mumbai mumbai news mumbai central