બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી

12 November, 2012 05:21 AM IST  | 

બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી

તેમને ટિકિટ મેળવવામાં ઘણો સમય વીતી જાય છે એને કારણે તેમણે અનેક ટ્રેનો ગુમાવવી પડે છે. આ સ્ટેશનો પર ઘણી વિન્ડો કાં તો બંધ હોય છે અથવા તો બહુ મર્યાદિત સમય માટે જ ખુલ્લી રહે છે.

સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી ટર્મિનસ, દાદર, કુર્લા, થાણા અને કલ્યાણ જેવાં મહત્વનાં અને ભીડવાળાં સ્ટેશનો પર બધાં ટિકિટ-કાઉન્ટરો એકસાથે ખુલ્લાં નથી રહેતાં એને કારણે ટિકિટ લેનાર વ્યક્તિઓની લાંબી લાઇન થઈ જાય છે અને પીક-અવર્સ દરમ્યાન તો એ લાઇન રેલવે-સ્ટેશનની બહાર અથવા તો ફૂટ ઓવરબ્રિજ સુધી લંબાઈ જાય છે.

રેલવે-અધિકારીઓ પણ સ્વીકારે છે કે સ્ટાફની શૉર્ટેજને કારણે બધી ટિકિટ-વિન્ડો એકસાથે ખોલી નથી શકાતી. મળેલા આંકડા પ્રમાણે સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર તેમ જ હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર કુલ ૪૨૮ જેટલી ટિકિટ-વિન્ડો છે, પણ સ્ટાફની કમીને કારણે રોજ સરેરાશ ૩૫૦ ટિકિટ-વિન્ડો જ ખોલી શકાય છે.