IGCSE બોર્ડમાં ગુજરાતી ગર્લ ઝળકી

21 May, 2020 09:36 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

IGCSE બોર્ડમાં ગુજરાતી ગર્લ ઝળકી

દિયા રાજેશ દોશી

કાંદિવલીમાં રહેતી દિયા રાજેશ દોશી મંગળવારે જાહેર થયેલા ધોરણ-૧૦ના સમકક્ષ IGCSE કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ બોર્ડ એક્ઝામિનેશનમાં ૯૪ ટકા, 7A* ગ્રેડ સાથે નવચેતના ચૅરિટેબલ ટ્રસ્ટ ડી. જી. ખેતાન ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સાયન્સ વિભાગમાં ફર્સ્ટ રૅન્ક લાવી હતી. તેણે પોતાની સફળતા પાછળનું શ્રેય મમ્મી-પપ્પા અને ટીચરોને આપ્યું હતું. 

દિયાએ કહ્યું હતું કે હું ભણવાની સાથે એક્સ્ટર્નલ નૉલેજ પણ લેતી રહેતી અને મેં ઘણીબધી એક્સ્ટર્નલ પરીક્ષાઓ પણ આપી છે જેવી કે ટ્રિનિટી, ઇન્સ્ટિટ્યુશન ફૉર પ્રમોશન ઑફ મૅથેમૅટિક (IPM), સાયન્સ ઑલિમ્પિયાડ ફાઉન્ડેશન (SOF) વગેરે. મારો ફ્યુચર ગોલ ACCA (ઇન્ટરનૅશનલ CA) કરવાનો છે. હું સ્ટુડન્ટસને એક જ મેસેજ આપીશ કે ભણવાની સાથે તમે એક્સ્ટર્નલ પરીક્ષાઓ પણ આપી તમારું નૉલેજ પણ વધારો અને હંમેશાં પૉઝિટિવ રહો.

mumbai news mumbai kandivli urvi shah-mestry