CAA ડ્રામા : જેલમાં બંધ પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીની મમ્મીને રાહત નહીં

12 February, 2020 07:46 AM IST  |  Mumbai | Arita Sarkar

CAA ડ્રામા : જેલમાં બંધ પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીની મમ્મીને રાહત નહીં

શાળાનાં પ્રિન્સિપાલ તથા એક વિદ્યાર્થીની મમ્મીની જુડિશ્યલ કસ્ટડી બિદર (કર્ણાટક)ની જિલ્લા અદાલતે મંગળવારે ત્રણ દિવસ લંબાવી હતી.

કર્ણાટકની એક સ્કૂલમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટનો વિરોધ કરતું નાટક ભજવવા બદલ ૧૧ દિવસથી જેલવાસ ભોગવી રહેલાં શાળાનાં પ્રિન્સિપાલ તથા એક વિદ્યાર્થીની મમ્મીની જુડિશ્યલ કસ્ટડી બિદર (કર્ણાટક)ની જિલ્લા અદાલતે મંગળવારે ત્રણ દિવસ લંબાવી હતી.

શાહીન સ્કૂલનાં હેડમિસ્ટ્રેસ ૫૦ વર્ષનાં ફરીદા બેગમ અને ૪૬ વર્ષની નઝબુન્નિસા ૧૪ ફેબ્રુઆરી સુધી જેલના સળિયા પાછળ રહેશે. ૧૪ ફેબ્રુઆરી આ મામલાની આગામી સુનાવણી માટેની તારીખ છે. અદાલતે પબ્લિક પ્રોસિક્યુટરને જામીન અરજી પરની તેમની પ્રતિક્રિયા સમાન તારીખે સુપરત કરવાનું જણાવ્યું છે. કોર્ટ ૧૭ ફેબ્રુઆરીએ શાળાના મૅનેજમેન્ટ વિરુદ્ધના કેસની સુનાવણી હાથ ધરશે.

મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડ્વોકેટ નારાયણ ગણેશે એવી દલીલ કરી હતી કે તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમને જામીન મળવા જોઈએ. તેમના જણાવ્યું કે આ કેસ રાજકીય દ્વેષનું પરિણામ છે અને બન્ને મહિલાઓ નિર્દોષ છે. પોલીસે નાટક માટે સ્ક્રિપ્ટ લખનાર વ્યક્તિને જવાબદાર ઠેરવી છે. ટ્રાયલને હજી સમય લાગશે અને આ દરમ્યાન આ મહિલાઓને જેલમાં રાખવાનું કોઈ કારણ નથી.’

mumbai mumbai news caa 2019 arita sarkar