ચીટર બિલ્ડરો ને દલાલો ચેતી જાય

26 December, 2014 05:22 AM IST  | 

ચીટર બિલ્ડરો ને દલાલો ચેતી જાય


રિયલ એસ્ટેટના બોગસ સોદા પર ત્રાટકવા માટે સ્પેશ્યલ ટાસ્ક ર્ફોસ રચવાની રાજ્ય સરકારે બાંયધરી આપી છે. મંગળવારે નાગપુર ખાતે રાજ્ય વિધાનસભાની બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘રાતોરાત ઠામઠેકાણાં બદલી નાખતા ચીટર બિલ્ડરો કે દલાલોની પ્રૉપર્ટી અટૅચ કરીને છેતરાયેલા ગ્રાહકોનાં નાણાં પાછાં મેળવવા માટે કાયદામાં સુધારો પણ કરવાની વિચારણા ચાલે છે. આવા કેસમાં જો બૅન્કોના કર્મચારીઓ સંડોવાયેલા જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે.’

ગૃહનિર્માણ ખાતાના પ્રધાન પ્રકાશ મહેતાએ સભામાં આ બાબતે જણાવ્યું હતું કે ‘સરકાર ટૂંક સમયમાં વેચાતા અને ભાડા પરના ફ્લૅટ્સના ઍગ્રીમેન્ટ્સનું ફૉર્મેટ નક્કી કરશે અને ડેવલપરો તથા ઘર ખરીદવા અથવા ભાડે લેવા ઇચ્છતા લોકોએ એ ફૉર્મેટને અનુસરવું પડશે.’