લોકલમાં પ્રવાસ માટે ક્યુઆર કોડ સિસ્ટમને વિકસાવવામાં આવશે

18 June, 2020 09:31 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લોકલમાં પ્રવાસ માટે ક્યુઆર કોડ સિસ્ટમને વિકસાવવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

બીએમસી અને રાજ્ય સરકાર દ્વારા મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી અપાતાં આવશ્યક કામદારો માટે ક્વિક રિસ્પૉન્સ (ક્યુઆર) કોડની વિગતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સીમલેસ ટ્રાન્સપોર્ટ માટે ઝડપી ટિકિટની કોડ સિસ્ટમ અને સ્ટેશનોમાં ઝડપી પ્રવેશ / એક્ઝિટ માટે ક્યુઆર સાથે એને એકીકૃત કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. લોકલમાં પ્રવાસ કરી રહેલા હેલ્થવર્કરોએ હૉસ્પિટલની નજીક હોય એવા સ્ટેશન પર ટ્રેનને સ્ટૉપ આપવાની માગણી કરી છે.રેલવે પરના ક્યુઆર કોડ્સ રેલવેપ્રધાન સુરેશ પ્રભુ દ્વારા 2016-17ના રેલ બજેટ પ્રતિબદ્ધતા મુજબ માર્ચ, 2016માં રજૂ કરવામાં આવ્યા હતા. એનો મુખ્ય હેતુ અનધિકૃત ટિકિટનો પ્રસાર તથા અનૈતિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ટિકિટ છાપવા તેમ જ અનામત ટિકિટનો દુરુપયોગ કરવા જેવા રેલવેની આવકને અસર કરનારા કેસોનું પ્રમાણ ઘટાડવાનો હતો. 

lockdown coronavirus churchgate virar western railway mumbai news rajendra aklekar