મુંબઈ: પ્રોજેક્ટ્સના ભોગે મહાનગરપાલિકાની સમૃદ્ધિ વધી

05 February, 2020 10:55 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: પ્રોજેક્ટ્સના ભોગે મહાનગરપાલિકાની સમૃદ્ધિ વધી

પ્રોજેક્ટ

આવકનાં સાધનો જાળવવા અને વધારવા માટે સંઘર્ષ કરતી મુંબઈ મહાનગરપાલિકાની બૅન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સનું પ્રમાણ આકાશને આંબી રહ્યું છે. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ખર્ચવ્યવસ્થામાં નબળાઈને કારણે બૅન્કોમાં જંગી રકમ હોવા છતાં માળખાકીય ભૂમિકા કથળેલી રહી હતી. મર્યાદિત ક્ષેત્રમાં સઘન વસ્તી, પ્રૉપર્ટી ટૅક્સના ઊંચા દર, કરવેરા દ્વારા ભરપૂર આવક અને પ્રોજેક્ટ્સ પર સાધારણ ખર્ચને કારણે મુંબઈ મહાનગરપાલિકા એશિયામાં સૌથી સમૃદ્ધ અને દેશનાં અનેક રાજ્યો કરતાં અમીર બની છે. 

ભંડોળની ફાળવણી પ્રશ્નનો વિષય રહે છે. પાલિકાની મોટા ભાગની મહેસૂલી આવક પગારની વહેંચણીમાં ખર્ચાય છે. ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુએજ ડિસ્પોઝલ, રોડ્સ, બ્રિજ અને નાળાં પહોળાં કરવાનાં કાર્યો અને યોજનાઓમાં ઘણો ખર્ચ કરવામાં આવે છે. આરોગ્ય અને શિક્ષણનાં ક્ષેત્રોની અવગણના કરવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં આવક વધી નથી, પરંતુ પ્રોજેક્ટ્સ પરના વાર્ષિક ખર્ચનો આંકડો ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી આગળ વધ્યો નથી. પ્રોજેક્ટ્સ પર સરેરાશ ખર્ચનો આંકડો ૪૫૦૦ કરોડ રૂપિયાથી આગળ વધ્યો નથી.

આ પણ વાંચો : આવકમાં ઘટાડા સામે ઝઝૂમતી મહાનગરપાલિકા માટે મહેસૂલવૃદ્ધિ મુશ્કેલ બનશે

પ્રોજેક્ટ્સ માટે ઉપલબ્ધ થતી લગભગ ૭૫ ટકા રકમનો વપરાશ સિન્કિંગ ઍન્ડ કન્ટીન્જન્ટ ફન્ડ, લૅન્ડ એક્વિઝિશન ઍન્ડ ડેવલપમેન્ટ ફન્ડ, ડેપ્રિસિએશન ફન્ડ્સ, અસેટ રિપ્લેસમેન્ટ ફન્ડ, રોડ્સ-બ્રિજ કન્સ્ટ્રક્શન વગેરેમાં કરવામાં આવતો હોવાનું નોંધાયું છે.

mumbai mumbai news prajakta kasale brihanmumbai municipal corporation budget 2020