મુંબઈ સુધરાઈનો ગેરવહીવટ : ૧૧ મહિનામાં કૉન્ટ્રૅક્ટની રકમ ચાર ગણી થઈ ગઈ

03 December, 2014 05:53 AM IST  | 

મુંબઈ સુધરાઈનો ગેરવહીવટ : ૧૧ મહિનામાં કૉન્ટ્રૅક્ટની રકમ ચાર ગણી થઈ ગઈ


સુધરાઈએ જાન્યુઆરી મહિનામાં શહેરના સાત વિસ્તારોમાં પાઇપો નાખવા માટે લગભગ ૭૧ કરોડ રૂપિયામાં કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આ વખતે આ રકમ અંદાજિત ખર્ચથી ૪૮થી બાવન ટકા ઓછી હતી. સખત વિરોધ અને વિરોધ પક્ષના વૉકઆઉટ છતાં આ કૉન્ટ્રૅક્ટ સ્થાયી સમિતિમાં પસાર થયો હતો. જુલાઈ મહિનો આવતાં સ્થાયી સમિતિમાં વેરીએશન પ્રસ્તાવ મૂકી આ કૉન્ટ્રૅક્ટની રકમ વધારીને લગભગ ૧૪૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી, કારણ કે કૉન્ટૅÿક્ટરોએ મંજૂર થવાથી વધારે કામ કર્યું હતું, પરંતુ નવેમ્બર મહિનામાં પ્રશાસને અને વેરીએશન સમિતિ પાસે કૉન્ટ્રૅક્ટરોએ વધુ નાણાં માગ્યાં હતાં અને સ્થાયી સમિતિએ પ્રસ્તાવ પાસ કરીને આ રકમ ૨૭૮.૯૩ કરોડ રૂપિયાની કરી હતી. આ કૉન્ટ્રૅક્ટ  ૩૧ ડિસેમ્બરે પૂરો થશે. આમ એક વર્ષમાં એક કૉન્ટ્રૅક્ટની રકમ ચાર ગણી થઈ ગઈ હતી.