નિસર્ગ સાઇક્લોન આવી રહ્યું છે, મુંબઈમાં ઘણો વરસાદ પણ લાવશે

02 June, 2020 07:45 AM IST  |  Mumbai | Mumbai Correspondent

નિસર્ગ સાઇક્લોન આવી રહ્યું છે, મુંબઈમાં ઘણો વરસાદ પણ લાવશે

નિસર્ગ સાઈક્લોન ત્રાટકવાની શક્યતા છે

અરબી સમુદ્રમાં જોરદાર પવન સાથેનું સાઇક્લોન સર્જાયું હોવાને પગલે આજે બપોર બાદ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં હળવાથી ભારે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ભારતીય વેધશાળાએ વ્યક્ત કરી છે. મુંબઈમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર નિસર્ગ ત્રાટકવાની શક્યતા છે. ગઈ કાલે સાંજે ગોવાથી ૩૪૦ કિલોમીટર દૂર રહેલાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈને ત્રાટકવાની તૈયારીમાં છે અને એને કારણે ૬ કલાક જબરદસ્ત વરસાદ પડવાની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે સાઇક્લોનની ચેતવણી આપવાની સાથે રેડ અલર્ટ જારી કરી છે. વેધશાળાના એક સાયન્ટિસ્ટના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે ‘નિસર્ગ’ સાઇક્લોન મુંબઈના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ, પણજીના દક્ષિણ-પશ્ચિમ તરફ અને સુરતના દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ તરફ ૧૩ કિલોમીટરની સામાન્ય ઝડપે ધસી રહ્યું હતું, જે સ્પીડ પકડીને આગામી ૧૨ કલાકમાં ૪૦થી ૬૦ કિલોમીટરની ઝડપે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારો વચ્ચેના રાયગડમાં આવેલા હરિહરેશ્વર અને દમણમાં આવતી કાલે ત્રાટકશે. ૩ અને ૪ જૂને હવાની ઝડપ ૯૦થી ૧૧૦ કિલોમીટર સુધી વધી શકે છે. સાઇક્લોનને પગલે મુંબઈમા ત્રણ સહિત મહારાષ્ટ્રમાં નવ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ તહેનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news mumbai rains coronavirus mumbai monsoon brihanmumbai municipal corporation