મુંબઈ : બાયોમેટ્રિકને સ્થાને હવે ચહેરો ઓળખીને હાજરી નોંધાશે

22 November, 2020 10:05 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : બાયોમેટ્રિકને સ્થાને હવે ચહેરો ઓળખીને હાજરી નોંધાશે

ગયા મે મહિનામાં નાયર હૉસ્પિટલના કર્મચારીઓએ ઇન્ફેક્શનના ભયથી ફિન્ગર પ્રિન્ટ બેઝ્ડ બાયોમેટ્રિક મશીન્સને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અમલદારોએ ફેસ રેકગ્નિશન બેઝ્ડ બાયોમેટ્રિક મશીન્સનો વિકલ્પ પસંદ કર્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ-19 સેફ્ટી પ્રોટોકૉલના અનુસંધાનમાં કર્મચારીઓની હાજરી નોંધવા માટે ફિન્ગર પ્રિન્ટ્સ આધારિત બાયોમેટ્રિક પદ્ધતિની જગ્યાએ હવે ચહેરો ઓળખીને હાજરી નોંધવાની પદ્ધતિ દાખલ કરી છે. ચહેરો ઓળખવાની ફેસ રેકગ્નિશન સિસ્ટમને નાયર હૉસ્પિટલમાં પાઇલટ પ્રોજેક્ટ રૂપે સફળતા મળતાં હવે એ પદ્ધતિ પાલિકાના તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાએ ગયા ઑગસ્ટ મહિનામાં નાયર હૉસ્પિટલમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમ દાખલ કરી ત્યારથી રોજ લગભગ ૩૦૦૦ કર્મચારીઓ મશીન્સને સ્પર્શ કર્યા વગર હાજરી નોંધાવે છે. નાયર હૉસ્પિટલમાં એ પદ્ધતિની સંતોષકારક કામગીરી જણાતાં હવે આધાર વેરિફાઇડ ફેશિયલ બાયોમેટ્રિક મશીન્સ મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડની ઑફિસમાં ગોઠવવામાં આવશે. કર્મચારીઓને આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઇલ ફોનની સંલગ્નતાના પુરાવા લઈને આવવાનું જણાવવામાં આવ્યું હતું. એ પદ્ધતિએ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રજિસ્ટ્રેશનની કામગીરી ૨૪ નવેમ્બરે પૂરી થશે.

lockdown coronavirus covid19 nair hospital mumbai news brihanmumbai municipal corporation