BMC કમિશનર દ્વારા કૉર્પોરેશનની ઇમારતોનું ફાયર ઑડિટ હાથ લેવાનો નિર્ણય

23 February, 2020 07:31 AM IST  |  Mumbai | Chetna Sadadekar

BMC કમિશનર દ્વારા કૉર્પોરેશનની ઇમારતોનું ફાયર ઑડિટ હાથ લેવાનો નિર્ણય

જીએસટી ભવનમાં લાગેલી આગ

બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પ્રવીણ પરદેશી અને ફાયર વિભાગના અધિકારીઓ વચ્ચે આ સપ્તાહે યોજાયેલી સમીક્ષા બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ફાયર અને વીજ વિભાગ મ્યુનિ. કોર્પોરેશનની તમામ મિલકતોનું ઓડિટ હાથ ધરશે.

યોજના અનુસાર, હોસ્પિટલો, શાળાઓ અને વોર્ડ ઓફિસ તથા અન્ય ઇમારતો સહિત મહાનગરપાલિકાની તમામ બિલ્ડીંગનું ઓડિટિંગ કરવામાં આવે. ફાયર ખાતું સ્થળાંતર (ઇવેક્યુએશન) ડ્રિલ પણ હાથ ધરશે, જે આજ સુધી કરવામાં આવતું ન હતું.
માઝગાવ જીએસટી ભવનમાં આગ ફાટી નિકળ્યા બાદ આ ગતિવિધિ થઇ હતી. આગ ઝડપથી નવમા અને દસમા માળે ફેલાઇ હતી અને હજ્જારો ફાઇલો નાશ પામી હતી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી, પરંતુ સરકારી કચેરીઓ અંદર કર્મચારીઓ તથા મુલાકાતીઓની સલામતી સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો.

મીટિંગમાં ઉપસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કમિશનરે એક્સ્ટિંગ્વીશર્સ, જેકેટ અને રાઇઝર્સ જેવાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન તપાસવા માટે તથા ફાયર એક્ઝિટ ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે જણાવ્યું હતું. સાથે જ તેમણે ફાયર એક્ઝિટ બ્લોક્ડ હોય, તો કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.”

આ પણ વાંચો : લોકલ ટ્રેનમાંથી પડી જતા જીવ ગુમાવ્યો મુલુંડની ગુજરાતી ફિઝિયોથેરપિસ્ટે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇવેક્યુએશન (સ્થળાંતર) ડ્રિલ કચેરીઓની અંદર હાથ ધરાશે. હોસ્પિટલ અને શાળા ખાતેના સુરક્ષાકર્મીઓએ પણ આ ડ્રિલમાં ભાગ લેવો પડશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news chetna yerunkar