ચેપી રોગોની સારવાર માટે 2 કરોડના ખર્ચે ક્વૉરેન્ટાઇન યુનિટ વિકસાવાશે

05 February, 2020 10:55 AM IST  |  Mumbai | Arita Sarkar

ચેપી રોગોની સારવાર માટે 2 કરોડના ખર્ચે ક્વૉરેન્ટાઇન યુનિટ વિકસાવાશે

કસ્તુરબા હૉસ્પિટલ

ચેપી રોગોથી પીડિત દરદીઓની સારવાર તથા તેમનાં સૅમ્પલ્સનાં ટેસ્ટિંગ માટે કસ્તુરબા હૉસ્પિટલમાં બે કરોડ રૂપિયાને ખર્ચે સુવિધા ઊભી કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ કરી હતી. વર્ષ ૨૦૨૦-’૨૧ના મહાનગરપાલિકાના બજેટમાં આરોગ્ય સેવાઓને ફાળવાયેલા ૪૨૬૦ કરોડ રૂપિયામાંથી કસ્તુરબા હૉસ્પિટલમાં ક્વૉરેન્ટાઇન યુનિટ માટે બે કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ચેપી રોગોના દરદીઓનાં સૅમ્પલ્સનાં ટેસ્ટિંગ માટે અદ્યતન પૅથોલૉજિકલ ઇક્વિપમેન્ટ પણ ખરીદવામાં આવશે.

mumbai news brihanmumbai municipal corporation arita sarkar