મુંબઇઃ શ્વાસ નહીં, શરાબીઓનું થયું બ્લડ ટેસ્ટ, પકડાયા આટલા...

01 January, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇઃ શ્વાસ નહીં, શરાબીઓનું થયું બ્લડ ટેસ્ટ, પકડાયા આટલા...

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નવા વર્ષના અવસરે મુંબઇ પ્રશાસને શહેરમાં નાઇટ કર્ફ્યૂનો નિર્ણય લીધો હતો. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત હતું. ખાસ વાત એ છે કે આ દરમિયાન પોલીસે દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં 35 લોકોને પકડ્યા છે. નોંધનીય છે કે મુંબઇમાં 5 જાન્યુઆરી સુધી રાતે 11 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગ્યો છે.

મુંબઇમાં નવા વર્ષના ઉત્સવના અવસરે 35 લોકોને દારૂ પીને ગાડી ચલાવવતા પકડી પાડવામાં આવ્યા છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં આ આંકડો ખૂબ જ ઓછો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે, નવા વર્ષના અવસરે 677 લોકોને દારૂ પીને ગાડી ચલાવતા પકડવામાં આવ્યા હતા અને કૉર્ટે છ મહિના માટે તેમનું લાઇસન્સ રદ કરી દીધું હતું.

તેમણે કહ્યું કે, "આ વર્ષે, ફર્ત 35 લોકો શહેરમાં દારૂ પીને ગાડી ચલાવતા પકડાયા છે. આ સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં ખૂબ જ ઓછી છે." પોલીસે જણાવ્યું કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રાતે લાગૂ પાડવામાં આવેલા કર્ફ્યૂને કારણે મોટા ભાગના લોકોએ ઘરમાં જ નવા વર્ષની ઉજવણી કરી. વાહનોની સુગમ આવ-જા સુનિશ્ચિત કરવા માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવા શહેરમાં અનક સ્થળોએ મુંબઇ યાતાયાત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "વૈશ્વિક મહામારીને કારણે યાતાયાત પોલીસે 'બ્રેથ એનાલાઇઝર'નો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ કારણે વાહન ચાલકોના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી." તેમણે જણાવ્યું કે બ્લડ સેમ્પલ્સની તપાસમાં 35 ચાલકોના નશામાં હોવાની વાત સામે આવી. અધિકારીએ કહ્યું, "આ આધારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી."

mumbai mumbai news mumbai crime news Crime News