બ્રેવહાર્ટ યુવતીએ 2 બદમાશોનો મુકાબલો કરી પોતાનું પર્સ બચાવ્યું

11 November, 2014 03:30 AM IST  | 

બ્રેવહાર્ટ યુવતીએ 2 બદમાશોનો મુકાબલો કરી પોતાનું પર્સ બચાવ્યું



Mumbai: Bleeding woman fends off two robbers in Vikhroli - See more at: http://www.mid-day.com/articles/mumbai-bleeding-woman-fends-off-two-robbers-in-vikhroli/15756177#sthash.MefZdAIr.dpuf


૨૬ વર્ષની ડિજિટલ મીડિયા પ્રોફેશનલ યુવતી એશા સિંહે બે ચેઇન-સ્નૅચર ગુંડાઓનો હિંમતભેર મુકાબલો કરીને પોતાનું પર્સ બચાવ્યું હોવાની ઘટના બહાર આવી છે. જોકે આ ઝપાઝપીમાં તેણે પોતાનો મોંઘો મોબાઇલ ગુમાવ્યો હતો. હીરાનંદાની પવઈમાં રહેતી એશા બે નવેમ્બરે પોતાના ફ્રેન્ડ્સ સાથે ડિનર બાદ એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યા બાદની આ ઘટનાનું વર્ણન ‘મિડ-ડે’ સમક્ષ કરતાં આ બ્રેવહાર્ટ યુવતીએ કહ્યું હતું કે બે બદમાશો સાથેની આ લડાઈ વખતે મારી મદદે કોઈ નહોતું આવ્યું અને રોડ પર મેં તેમની સાથે બાથ ભીડી હતી.

ગયા અઠવાડિયે એશાએ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં બે અજાણ્યા ચેઇન-સ્નૅચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ-અધિકારીઓના જણાવ્યા મુજબ એશાની ફરિયાદ પ્રમાણે બે નવેમ્બરે ફ્રેન્ડ્સ સાથે ડિનર બાદ તે રેસ્ટોરાંમાંથી એકલી બહાર નીકળીને ઘરે જવા માટે રોડ પર રિક્ષાની રાહમાં હતી, ત્યારે બે અજાણ્યા બાઇક-સવાર તેની પાછળ હતા અને અચાનક એક જણ બાઇક પરથી ઊતરીને તેનો પીછો કરવા લાગ્યો હતો. એ માણસે એશાના હાથમાંથી તેનો મોંઘો મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને તેને ધક્કો મારીને નીચે પછાડી દીધી હતી.

આ આ બન્ને આરોપીએ નીચે પડી ગયેલી ઈજાગ્રસ્ત એશા પર ફરીથી હુમલો કરીને તેનું પર્સ ખૂંચવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાથી પરેશાન એશાએ મદદ માટે બૂમો પાડવાની સાથે બન્ને ચેઇન-સ્નેચર સાથે ઝપાઝપી પણ શરૂ કરી દીધી હતી. જોકે પબ્લિકની ધોલાઈના ડરે બન્ને ગુંડાઓ નાસી ગયા હતા.

એશાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેં મારું પર્સ તો બચાવી લીધું, પરંતુ તેઓ મારો મોબાઇલ લઈને નાસી ગયા હતા. આ ઝપાઝપીમાં મને સારી એવી ઈજા થઈ હતી, છતાં ચેઇન-સ્નૅચરને પકડી લેવાની મદદ માટે હું નજીકના પોલીસ-સ્ટેશને ગઈ હતી ત્યાં હાજર પોલીસ-અધિકારીએ મને પ્રથમ હૉસ્પિટલે જઈને સારવાર કરાવ્યા બાદ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. મારી ઈજાઓની તમામ સારવાર મેં હીરાનંદાની હૉસ્પિટલમાં કરાવી હતી અને હજુ પણ હું ઑફિસે જઈ શકતી નથી.’

પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ સકપાલે કહ્યું હતું કે ‘લાંબા સમય પછી આ વિસ્તારમાં રોડ પર આવી ઘટના બની છે. આ ઘટના બની એ સ્થળને આવરી લેતાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી કૅમેરા નથી. એશાએ તેનો મોબાઇલ ફોન ગુમાવ્યો હોવાની ફરિયાદ નોંધીને અમે અજાણ્યા આરોપીઓની તલાશ શરૂ કરી છે.’