બેસ્ટના કર્મચારીઓએ શિવસેના પર કર્યોં વચન ભંગનો આરોપ

18 February, 2021 02:01 PM IST  |  Mumbai

બેસ્ટના કર્મચારીઓએ શિવસેના પર કર્યોં વચન ભંગનો આરોપ

બેસ્ટના સેંકડો કર્મચારીઓએ બુધવારે આઝાદ મેદાનમાં એકઠા થઈને તેમની માગણી બુલંદ કરી હતી

મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગમાં નક્કી કર્યા મુજબ બેસ્ટ અન્ડરટેકિંગની જવાબદારી બીએમસીએ ઉઠાવી લેવી જોઈએ અને એમઓયુમાં નોંધ્યા પ્રમાણે તેમનું બજેટ બીએમસી સાથે વિલીન કરી દેવું જોઈએ એવી માગણી સાથે બેસ્ટના સેંકડો કર્મચારીઓએ બુધવારે આઝાદ મેદાનમાં એકઠા થઈને તેમની માગણી બુલંદ કરી હતી. બેસ્ટ બજેટનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના બજેટમાં વિલીનીકરણ એ અન્ડરટેકિંગની નાણાકીય સમસ્યાઓનું આખરી નિરાકરણ બની રહેશે. આ શિવસેનાનું વચન હતું, અમે ફક્ત તેમને તેમના વચનની યાદ અપાવીએ છીએ, એમ બેસ્ટ વર્કર્સ જૉઇન્ટ ઍક્શન કમિટીના કન્વીનર શશાંક રાવે જણાવ્યું હતું.

mumbai mumbai news azad maida