મુંબઈ : બાંન્દ્રા અને ખાર વચ્ચે ટ્રેન હવે 100 કિલોમીટર ઝડપે દોડશે

01 August, 2020 10:35 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : બાંન્દ્રા અને ખાર વચ્ચે ટ્રેન હવે 100 કિલોમીટર ઝડપે દોડશે

લગભગ ૯૦૧ મીટરના પટ્ટાને ૬૦ કિલોમીટર પ્રતિ કલાકના વેગમર્યાદામાંથી મુક્ત કરાયો છે.

પશ્ચિમ રેલ્વે પર બાંદ્રા અને ખાર વિભાગ વચ્ચેના સ્થાનિક અને આઉટસ્ટેશનના ટ્રેનો પરનો ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો પ્રતિબંધ હવે હળવા કરવામાં આવ્યો છે, અને તેને ફક્ત ૫૭ દિવસમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવી છે, જેમાં સંપૂર્મ પટ્ટા પર કુલ ૯૦ સેકન્ડનો મુસાફરીનો સમય બચાવવામાં આવે છે.

આ સંદર્ભે મિડ-ડે સાથે વાત કરતાં, પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળાનો લાભ લઈને ટ્રેનની વેગમાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેએ બાંદ્રા-ખાર વિભાગમાં મોટા પાયે કામગીરી હાથ ધરી છે અને વેગ પરના કાયમી પ્રતિબંધને (પીએસઆર) ને સફળતાપૂર્વક દૂર કરી દીધો છે.

માત્ર ૫૭ દિવસમાં ૪૦૦ મીટર ટ્રેક રેલ અને ૧૨૦૦ સ્લીપર્સની ફેરબદલ સાથે લગભગ ૧૭ જેટલા ટર્નઆઉટ ફરીથી સેટ કરવા માટેના મોટા કામમાં રોજના આશરે ૬૦ માણસોને તહેનાત કરાયા હતા. આને કારણે લગભગ ૯૦૧ મીટરના પટ્ટા માટે ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપની મર્યાદા વધારીને ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની કરવામાં આવી છે, જેમાં ૯૦ સેકન્ડનો સમય બચત થાય છે.

mumbai mumbai news rajendra aklekar bandra khar indian railways mumbai local train mumbai railways