બાલભારતી પાઠ્યપુસ્તકની નીતિ: તમામ વિષયોની એક જ ટૅક્સ્ટ-બુક

21 January, 2020 07:24 AM IST  |  Mumbai | Pallavi Smart

બાલભારતી પાઠ્યપુસ્તકની નીતિ: તમામ વિષયોની એક જ ટૅક્સ્ટ-બુક

પુસ્તકો

બાલભારતી આગામી શૈક્ષણિક વર્ષથી તમામ વિષયો માટે એક પાઠ્યપુસ્તકની નીતિનો અમલ કરવાની યોજના ઘડી રહી છે, ત્યારે આખરે શાળાનાં બાળકો હવે નિરાંતનો શ્વાસ લઈ શકશે અને વજનદાર સ્કૂલ બૅગથી છૂટકારો મેળવી શકશે.

આ નીતિ હેઠળ ધોરણ-૧થી ૭ના વિદ્યાર્થીઓને તમામ વિષયો માટે એક પાઠ્યપુસ્તક હશે. આ પાયલટ પ્રોજેક્ટ ૬૦ તાલુકાઓની મરાઠી માધ્યમની શાળાઓમાં શરૂ થશે અને તેની સમીક્ષાના આધારે આ નીતિ રાજ્યનાં તમામ માધ્યમોમાં લાગુ કરવામાં આવશે.

ભારે ભરખમ સ્કૂલ બૅગ લાંબા સમયગાળાથી ચિંતાનો વિષય રહ્યો છે, ખાસ કરીને તેને લગતા ઘણા અંતરાય પ્રવર્તે છે. વિદ્યાર્થીઓને અમુક અંશે રાહત આપવાના હેતુથી ઘણી શાળાઓએ સ્કૂલ બૅગનું વજન ઘટાડવા માટે નવા માર્ગોનો આશરો લીધો છે.

વધુમાં સરકારે પણ સ્કૂલ બૅગનું વજન ઓછું થાય તે સુનિશ્ચિત કરવા માટે શાળાઓને ચોક્કસ પ્રમાણે ટાઇમટેબલ ગોઠવવાનું જણાવીને અથવા તો પાઠ્યપુસ્તકોને વર્ગખંડોમાં જ રાખવા માટે લોકરની સુવિધા ઊભી કરવા માટે જણાવવા સહિતના વિવિધ માર્ગો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ : બેસ્ટને દોડાવવા ને દોડાવવામાં મુંબઈનો ડીપી ખડી પડ્યો છે

બાલભારતી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર વિદ્યાર્થીઓએ ટાઇમટેબલ અનુસાર તમામ પુસ્તકો શાળાએ લઈ જવા પડે છે અને તેના કારણે સ્કૂલ બૅગનું વજન વધી જાય છે. વિદ્યાર્થીઓ સમગ્ર પાઠ્યપુસ્તકને બદલે તેમને જે શીખવવામાં આવે તેટલી સામગ્રી જ લઈને આવે તે શી રીતે સુનિશ્ચિત કરી શકાય એ અંગે બ્યૂરોમાં ઘણી ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને તેમાંથી તમામ વિષયો માટે એક પુસ્તકની વિભાવનાની દરખાસ્ત આવી હતી. તે હેઠળ દરેક વિષયના પાઠ્યપુસ્તકને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવશે અને દરેક ટર્મ માટે એક જ પુસ્તક હશે. ધોરણ એકથી પાંચ માટે કુલ વિષયો ઓછા છે અને આથી પાઠ્ય પુસ્તકોને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવશે, જ્યારે ધોરણ ૬ અને ૭ માટેના વિષયો વધુ છે, આથી પાઠ્યપુસ્તકો ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવશે.

mumbai mumbai news pallavi smart