બોગસ બી.એડ. કૌભાંડની તપાસ માટે મુંબઈ યુનિવર્સિટીએ સમિતિ નિયુક્ત કરી

05 March, 2020 11:07 AM IST  |  Mumbai | Diwakar Sharma, Shirish Vaktania

બોગસ બી.એડ. કૌભાંડની તપાસ માટે મુંબઈ યુનિવર્સિટીએ સમિતિ નિયુક્ત કરી

હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન

‘મિડ-ડે’ એ બનાવટી બી.એડ. ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ કર્યા પછી એ બાબતની તપાસ માટે મુંબઈ યુનિવર્સિટીએ સમિતિ નિયુક્ત કરી છે. સમિતિના સભ્યો મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર અને રત્નાગિરિની કૉલેજો જોડે સંકળાયેલા છે. દરમ્યાન હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન ઉદય સામંતે ૧૨ માર્ચે મંત્રાલયના સચિવ, સહસચિવ, ડિરેક્ટર ઑફ એજ્યુકેશન અને વરિષ્ઠ કેળવણીકારોની બેઠક યોજી છે.

યુનિવર્સિટીના ડિરેક્ટર બોર્ડ ઑફ એક્ઝામિનેશન એન્ડ ઇવેલ્યુએશન ડૉ. વિનોદ પાટીલે જણાવ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારની ગેરરીતિઓમાં સંડોવાયેલી કૉલેજો અને વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. અમે ભૂતકાળમાં પણ એક જણને બી.એડ.ની ડિગ્રી માટે મદદ કરવા બદલ કલ્યાણની આઇરીન ઇન્સ્ટિટ્યૂટનું નામ પરીક્ષા કેન્દ્રોની યાદીમાંથી રદ કર્યું હતું.’ ક્લાસમાં હાજરી બાબતે છૂટછાટ આપતી અને હાજરીના રેકૉર્ડમાં ચેડાં કરતી કૉલેજો સામે પણ પગલાં લેવા યુનિવર્સિટી સક્રિય બની છે.

mumbai university mumbai news kalina diwakar sharma shirish vaktania