મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવો જોઈએ : વીએચપી

18 November, 2019 02:48 PM IST  |  Mumbai

મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવો જોઈએ : વીએચપી

પ્રેસ-કૉન્ફરસન્સ દરમ્યાન વિશ્વ હિંદુ પરિષદના જનરલ સેક્રટેરી મિલિંદ પરાંદે. તસવીર : અતુલ કાંબળે

મુસ્લિમ સમાજે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સ્વીકારી લેવો જોઈએ એમ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ ગઈ કાલે જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે સોમનાથ મંદિરના કિસ્સામાં મહાત્મા ગાંધીએ મુસ્લિમોને આવી જ અપીલ કરી હતી. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (બોર્ડ) દ્વારા અયોધ્યાના ચુકાદામાં ફરી સમીક્ષા કરવાનો મત રજૂ થયા બાદ વીએચપીના જનરલ સેક્રેટરી મિલિંદ પરાંદેએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. 

ગુજરાતમાં સોમનાથ મંદિર (જે અગાઉની સદીમાં તોડી પાડવામાં આવ્યું હતું.)ના પુન:બાંધકામ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો સ્વીકાર કરવા મહાત્મા ગાંધીએ મુસ્લિમોને આવી જ અપીલ કરી હતી. ગાંધીજીએ મુસ્લિમ સમાજને કેન્દ્રનો નિર્ણય સ્વીકારવા તેમના અખબાર ‘હરિજન’ મારફતે કહ્યું હતું કે તેમ ન કરવાથી મુસ્લિમો મંદિરના વિધ્વંસકો સાથે હોવાનું મનાશે. રામજન્મભૂમિનો ચુકાદો પણ સર્વાનુમતે લેવામાં આવ્યો હોઈ તેમાં રિવ્યુ પિટિશનની આવશ્યકતા નથી.

આ પણ વાંચો : યુવતીને નગ્ન ફોટો બતાવનાર ઇવેન્ટ કંપનીના બે કર્મચારીની ધરપકડ કરાઈ

પરાંદેએ કહ્યું હતું કે મંદિર માટે ચળવળ કરનારા વીએચપી અને અન્ય સંઘઠનો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટ્રસ્ટ સ્થાપવાની રાહ જોઈ રહ્યાં છે. મંદિર બાંધવામાં ઉપયોગમાં આવનારા ૬૦ ટકા પથ્થરો તૈયાર છે.

mumbai news ayodhya verdict ayodhya